હીરોળા કોતરોમાં ઝાડીમાં છુપાયેલો દિપડો સાંજ પડતાં જ જંગલ તરફ પ્રયાણ કર્યું

વન કર્મચારી એ એક યુવક પર લાઠીચાર્જ કરતા રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો..
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલી તાલુકા પ્રમુખના ઘર સામે હીરોળાગામે આવેલા કોતરમાં શુક્રવારના રોજ વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલો દીપડો રહેણાંક વિસ્તારમાં ખાલી કૂવામાં જોવા મળતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વન વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે પહોચી વિસ્તારને કોર્ડન કર્યું હતું જે બાદ ટોળાને વિખેરવા વન કર્મચારીએ લાઠીચાર્જ કરતાં ટોળાએ પથ્થરમારો કરતાં બૂમાબૂમ સાથે નાસભાગ થવા પામી હતી.જ્યારે મોડી સાંજે દિપડો જંગલ તરફ પ્રયાણ કર્યું હતું.
સંજેલી તાલુકાના હીરોલા ગામે શુક્રવારના રોજ વહેલી સવારે રહેણાક વિસ્તારની નજીક આવેલા કોતરમાં એક ખાલી કૂવામાં દીપડો જોવા મળતા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના આરએફઓ રાકેશ જે વણકર ટીમ લઇ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં આસપાસનાં ગામોમાંથી ઉમટેલો લોકટોળું જોઈ એસઆરપી તેમજ પોલીસ બોલાવી હતી.દીપડો પણ દસ ફૂટ જેટલા ખાલી કૂવામાંથી છલાંગ મારીને કૂદી ને કોતરની ગાડીમાં બેસી ગયો હતો
જે બાદ વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષણ આર એમ પરમારના માર્ગદર્શન મુજબ વિસ્તારને કોર્ડન કરી સાંજ પડે તેની રાહ જોઈ બેઠા હતા તે દરમ્યાન ગામના તેમજ આસપાસના વિસ્તારના દીપડાને જોવા ઉમટેલા ટોળાંઓને વિખેરવા માટે વન કર્મચારીએ લાઠીચાર્જ કરી હતી જ્યારે ટોળાએ પથ્થરમારો કરતાં થોડીવાર બૂમાબૂમ અને દોડાદોડી જોવા મળી હતી.જ્યારે સાંજના આઠ વાગ્યાના અંધારું પડતાં જ દીપડો જંગલ તરફ વાગ્યો હતો પરંતુ ટોળું જોઇ પરત કોતરમાં આવી બેસી ગયો હતો.જે બાદ નવ વાગ્યાની આસપાસ બિલકુલ અંધારું પડતાં અંધારામાં તકનો લાભ લઈ દિપડો કરંબા તરફ જંગલમાં પ્રયાણ કરતાં વનવિભાગ સહિત ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
જવાબ. દિવસે દીપડો વિફરે અને રહેણાંક વિસ્તારમાં ત્રાટકે તે બાબતને ધ્યાને લઇ ગન સાથે વન વિભાગની ટીમ તેમજ પાંજરું તૈનાત કરી દેવામાં આવ્યુ હતુ અને અંધારું પડે તેની રાહ જોઈ બેઠાં હતાં.ત્યારે ગ્રામજનો દ્વારા દીપડાને દિવસના ભગાવો તેમ કહી પથ્થરમારો કરતાં એક કર્મચારીને હાથ તેમજ પગના ભાગે મામૂલી ઈજા થવા પામી હતી પાંચસો હજારનું ટોળું હોવાથી આ બાબતે કોઈ પોલીસ કેસ કર્યો નથી. rfo રાકેશ જે વણકર..