“હીલના મત, માર ડાલેંગે” તેમ કહીં નિવૃત્ત શિક્ષિકાના ઘરમાંથી ૧૦ લાખની ચોરી
(પ્રતિનિધિ)ભિલોડા, કોરોના કાળમાં દરમ્યાન ધંધા રોજગાર પડી ભાગતા અને બેરોજગારી નું પ્રમાણ વધતા યુવાનો ચોરીઓના રવાડે ચઢી ગયા છે.પ્રજજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ચોરી,લુંટફાટ,હત્યા,ધાડ,અકસ્માત નું પ્રમાણ એકાએક વધતા ચિંતા નો વિષય છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંકાનેર ગામની સીમમાં મધ્ય રાત્રે આશરે ૨૦ થી ૨૫ વર્ષ ના અજાણ્યા ધાડપાડુઓ મોઠા પર રૂમાલ બાંધી ને ત્રાટક્યા હતા. ? રૂા.૧૦ લાખ ચોરી અજાણ્યા ઈસમોએ એક સી.સી.ટી.વી કેમેરો તોડી નાખીને પલભરમાં પલાયન થઈ ગયા હતા.મહિલાની ફરીયાદ ના આધારે પોલીસે ધાડપાડુઓ વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જીલ્લાના મેજીસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કર્યો હતો.અજાણ્યા ધાડપાડુઓએ પ્રાણઘાતક હથિયાર સાથે વૃધ્ધ મહિલાના ધરમાં પ્રવેશ કરી હન્નાબેન મગનલાલ નિનામા ને ધાડપાડુઓ એ હિન્દી ભાષામાં કહ્યું કે હીલ ના મત માર ડેલેગે તેમ કહીં હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ભિલોડાના વાંકાનેર સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.