Western Times News

Gujarati News

હું અને મનિષ બાળપણથી જ સારા મિત્રો છીએ : અવિકા

મુંબઈ: બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોર અને તેના એક્સ કો-સ્ટાર મનિષ રાયસિંઘણને લઈને લાંબા સમયથી અલગ-અલગ પ્રકારની વાતો થતી રહી છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે, બંને વચ્ચે અફેર છે અને બાદમાં તેવી પણ ચર્ચા થઈ હતી કે અવિકા અને મનિષનું એક બાળક પણ છે, જેને બંનેએ દુનિયાથી છુપાવીને રાખ્યું છે. મનિષે આ દરમિયાન ૨૦૨૦માં એક્ટ્રેસ સંગીતા ચૌહાણ સાથે લગ્ન કરી લીધા. જ્યારે અવિકાને લઈને ચર્ચા થતી રહી. હવે અવિકાએ સમગ્ર મામલે ફરી એકવાર મૌન તોડ્યું છે. અવિકા ગૌર અને મનિષ રાયસિંઘણે ટીવી શો સસુરાલ સિમર કા’માં સાથે કામ કર્યું હતું.

અવિકાએ હવે આરજે સિદ્ધાર્થ કનને આપેલા ઈન્ટરવ્યૂમાં સીક્રેટ ચાઈલ્ડની ચર્ચા પર મૌન તોડતાં કહ્યું કે, આ શક્ય નથી. સવાલ જ નથી થતો. આવા ઘણા આર્ટિકલ જાેયા, જેમાં કહેવામાં આવ્યું કે બાળકને છુપાવીને રાખવામાં આવ્યું છે. અમે આજે પણ ક્લોઝ ફ્રેન્ડ્‌સ છે. તે હંમેશા મારા જીવનમાં એક ખાસ જગ્યા પર રહેશે. મારા જીવનના સફરમાં ૧૩ વર્ષની ઉંમરથી લઈને અત્યારસુધીમાં તે મારો ક્લોઝ ફ્રેન્ડ રહ્યો છે’. અવિકાએ આગળ કહ્યું મેં તેની પાસેથી ઘણું શીખ્યું છે.

જાણકારી માટે કહી દઉ કે તે મારા કરતાં ૧૮ વર્ષ મોટો છે. તેની અંદર આજે પણ એક બાળક છે. આ ઉંમરમાં તેની પાસેથી શીખવાની જરૂર છે. આજે પણ લોકો મને પૂછે છે કે, શું મારી અને તેની વચ્ચે કંઈ ચાલી રહ્યું છે તો મારી પાસે તે જ જવાબ હોય છે કે, યાર મારા પિતા કરતાં તે થોડો જ નાનો છે. અવિકાએ જણાવ્યું કે, શરૂઆતમાં તે આવી અફવાઓથી પરેશાન થઈ ગઈ હતી.

અમે પરસ્પર સમજૂતીથી બે અઠવાડિયા સુધી વાત ન કરવાનું નક્કી કર્યું હતું. મીડિયામાં ત્યારે પણ રિપોર્ટ્‌સ બંધ ન થયા ત્યારે બંનેએ વિચાર્યું કે અંતર જાળવવાનો કોઈ અર્થ નથી. અવિકાએ કહ્યું ‘અમે પછી ક્યારેય પાછળ વળીને નથી જાેયું. અમે હજી પણ જ્યારે જૂના આર્ટિકલ વાંચીએ છીએ ત્યારે હસવું આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.