હું અને સારા અલી ખાન સાથે ગાંજાે ફૂંકતાં હતાં : રિયા ચક્રવર્તી
મુંબઇ: રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતકેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની સામે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. રિયાએ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂક્યા છે. રિયાએ એનસીબીને આપેલા કબૂલનામામાં સ્વ હસ્તાક્ષરમાં લખ્યું છે કે સારા અલી ખાને તેને વોડકા તથા ગાંજાની ઓફર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સકેસમાં રિયાની ચાર્જશીટ મળ્યું છે. આ ચાર્જશીટ પરથી સ્પષ્ટ થાય છે કે રિયાએ સારા ડ્રગ્સ લેતી હોવાની વાત કરી છે.
ચાર્જશીટમાં રિયાએ પોતાની તથા સારાની વચ્ચે ચાર જૂનથી ૬ જૂન ૨૦૧૭ વચ્ચે થયેલી વાતચીત અંગે વાત કરી હતી. રિયાએ કહ્યું હતું કેસારા અલી ખાન ગાંજાના જાેઈન્ટ બનાવતી હતી. પછી તે તેને આપતી હતી અને બંને સાથે ગાંજાે ફૂંકતાં હતાં. રિયાએ કહ્યું હતું કે ડ્રગ્સ સંબંધિત વાતચીત થઈ હતી અને તેને એ હેંગઓવરના ઉપાય તરીકે બતાવતી હતી. તે આઈસક્રીમ તથા ગાંજા અંગે વાત કરતી હતી. એનો ઉપયોગ તે દુખાવામાંથી રાહત મેળવવા માટે કરતી હતી. આ વાતચીત માત્ર ટેકસ્ટમાં થઈ છે, વ્યક્તિગત રીતે ક્યારેય થઈ નથી.
વધુમાં રિયાના કબૂલનામામાં કહેવામાં આવ્યું હતું, ‘સારા, રિયાની સાથે ગાંજાે ફૂંકતી હતી. ઘણીવાર બંનેએ સાથે આ રીતે ગાંજાે લીધો છે. સારા જ મને ગાંજાે આપતી હતી. ૬ જૂન, ૨૦૧૭ના રોજના ચેટનો તમે મને જે રેકોર્ડ બતાવ્યા એમાં વોડકા તથા ડ્રગ્સ અંગે વાત છે. તેણે (સારા) મારા ઘરે વોડકા તથા ગાંજાે (તેને ડ્રગ્સ કહી શકાય) લાવવાની વાત કરતી હતી. એ દિવસે મને વોડકા કે ડ્રગ્સ મળ્યું નહોતું.’
રિપોર્ટ અનુસાર, પૂછપરછમાં સારા અલી ખાને માન્યું હતું કે ૨૦૧૮માં તે સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી.
એક્ટ્રેસના જણાવ્યા મુજબ, ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન બંનેનું અફેર શરૂ થયું હતું અને એ દરમિયાન તે સુશાંત સાથે રહેવા માટે તેના કેપ્રી હાઉસ સ્થિત ઘરે પણ ગઈ હતી. સારાના જણાવ્યા મુજબ, તે સુશાંત સાથે ૫ દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડ પર ગઈ હતી, જ્યાં તેમણે પાર્ટી પણ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે ‘કેદારનાથ’ના શૂટિંગ સમયે સુશાંત ડ્રગ્સ લેતો હતો.સારાએ એ વાત સ્વીકારી કે ‘કેદારનાથ’ના શૂટિંગ વખતે સુશાંત ડ્રગ્સ લેતો હતો.
તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી, પરંતુ તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી સિદ્ધાર્થની સાથે ગાંજાે લેતો હતો અને એના માટે તેઓ ગાંજાે લાવતા પણ હતા. રિયાના નિવેદન મુજબ, સુશાંતનો પરિવાર આ અંગે બધું જ પહેલેથી જાણતો હતો કે તેને ડ્રગ્સની આદત પડી ગઈ છે. રિયાએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે સુશાંતની સ્થિતિ બગડવા લાગી તો તેનો ભાઈ શૌવિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા માગતો હતો, પરંતુ તે તેના માટે રાજી ન થયો. રિયાના જણાવ્યા મુજબ, સુશાંત તેમને એટલા મળતો હતો કે જેથી તે (સુશાંત) તેને ડ્રગ્સ અપાવી શકે.
રિયાએ પોતાના નિવેદનમાં એ પ્રિસ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ કર્યો, જે ૮ જૂન ૨૦૨૦ના રોજ સુશાંતની બહેન પ્રિયંકાએ તેને વ્હોટ્સએપમાં મોકલ્યું હતું. એમાં દવાઓનો ઉલ્લેખ હતો, જે એનડીપીએસ અંતર્ગત ડ્રગ્સ હતાં. પ્રિસ્ક્રિપ્શનમાં સુશાંતને આ દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હતું. દવાઓનું આ પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તરુણે સુશાંતને મળ્યા વગર જ લખી આપ્યું હતું. કન્સલ્ટેશન વગર આ દવાઓ ન આપી શકાય.