હું અમરેલીનો બાપ બોલું છું, પૈસા નહીં આપે તો ફાયરિંગ કરીશ

કુખ્યાત છત્રપાલસિંહને પોલીસે જેલના સળિયા ગણતો કર્યો
અમરેલી, અમરેલીમાં એક પેટ્રોલ પમ્પ સંચાલકને ફોન કરી અને ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ખંડણીની ધમકી આપવામાં આવી તેની ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોતે અમરેલીનો બાપ છે અને પૈસા નહીં આપે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપી પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા ૧૦ લાખની માંગણી કરી હતી.
આ ઉપરાંત અમરેલીના ઝાબાંઝ એસપી નિર્લિપ્ત રાય આખી જિંદગી નહીં હોય અને તેના ભરોષે ન રહેવા પણ કહ્યું હતું. આ અંગે અમરેલી એસઓજી અને એલસીબી કેસ નોંધાતા આરોપીની પાછળ લાગી ગઈ હતી. દરમિયાન ગોંડલના મોવિયા પાસેથી આરોપી છત્રપાલસિંહ વાળાને ઝડપી પાડ્યો હતો.
અમરેલીના પેટ્રોલપંપ સંચાલક હિતેશભાઇને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ પોતાને અમરેલીનો બાપ છત્રપાલસિંહ વાળા તરીકે ઓળખાણ આપી સિક્યુરિટી પેટે રૂ. ૧૦ લાખની ખંડણીની માગ કરી હતી.
જાેકે પેટ્રોલપંપ માલિક ખંડણી ખોરના તાબે ન થતાં તેણે પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, અને અમરેલીના એસ.પીને પડકાર ફેંકતી વાતો પેટ્રોલ માલિક સાથે વાત કરી હતી. જાેકે આ વાતચીતનો સમગ્ર ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો.