હું ઇકબાલ’ ના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’નું એલાન

મર્ડર મિસ્ટ્રી દર્શકોને રોમાંચિત કરશે
મુંબઈ,ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી લહેર આવી રહી છે. ‘હું ઇકબાલ’ જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’નું એલાન કરવામાં આવ્યું, ત્યારથી દર્શકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુક્તા જાગી હતી. આગામી ૧૬મી મેના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના પ્રમોશનલ વીડિયોઝ અને પોસ્ટર જોઈને જે સસ્પેન્સ ક્રિએટ થતું હતુ, તે આજે ટ્રેલર રિલીઝ થતાં વધુ ગાઢ બન્યું છે. આ સાઈકોલાજીકલ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન અને લેખક પલ્લવ પરીખ છે.આ ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘ભ્રમ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં ફિલ્મને લઈને કુતૂહલ સર્જાયું છે.
જો ફિલ્મની કહાનીની વાત કરીએ તો, ૪૨ વર્ષીય માયા (સોનાલી લેલે દેસાઈ) ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે. જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. જ્યારે માયા પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની)ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેના જીવનમાં મોટી ઉથલપાથલ સર્જાય છે.આ ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં જ્યારે અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકા ભજવતા જોવા મળશે. જેઓ આ મર્ડર મિસ્ટ્રી પર ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે.જણાવી દઈએ કે, દેશભરમાં અત્યાર સુધીમાં એક અંદાજ પ્રમાણે ૧૬ હજારથી વધુ મર્ડર મિસ્ટ્રી ફિલ્મો બની છે, પરંતુ ‘ભ્રમ’ કંઈક અલગ પ્રકારની છે. ગુજરાતી સિનેમામાં હજુ સુધી આ પ્રકારની થ્રીલર ફિલ્મો આવી નથી, પરંતુ ‘ભ્રમ’ એક બેન્ચમાર્ક સેટ કરશે.
‘હું ઇકબાલ’ ફિલ્મના નિર્માતા સિટી શોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ટ્રેલર જોતાં જ આ ફિલ્મ અંગે સસ્પેન્સ ક્રિએટ થાય છે. આખરે માયાની દીકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે? એ પ્રશ્નનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે.આ ફિલ્મની સ્ટોરી તો યુનિક છે, પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ છે અને તાજેતરમાં જ વિકેન્ડ વિન્ડો ખાતે કેટલાક યુવાઓ બ્લડ-ફિલ્ડ ફેસ અને હાથમાં ફ્લેશ મોબ સાથે નજરે પડ્યા, જેમણે મોટી સંખ્યામાં અમદાવાદીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું.આ ફિલ્મના રિલીઝ પહેલા ‘ભ્રમ’નો આ અનોખો પ્રચાર અભિગમ ગુજરાતી સિનેમા માટે એક નવી દિશા આપી રહ્યો છે. ઈન્ટરએક્ટિવ ટેન્કોલોજી અને સોશિયલ મીડિયા દ્વારા પ્રેક્ષકો સાથે ખાસ કનેક્શન ઊભું કરી, ‘ભ્રમ’ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક નવું ધોરણ સ્થાપિત કરવાની તૈયારીમાં છે.ss1