હું કોઈનું મફતનું લઈને લાચાર બનીશ નહિ, મફતનું લઈને મારા આત્માને મારીશ નહિ
કેવો પતિ ધર્મ પ્રભુને ગમે?
આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિમાં લગ્ન કરવું તે આવશ્યક છે. લગ્નમાં પુરુષનું કર્તૃત્વ અને સ્ત્રીનું સમર્પણ મળીને લગ્ન થાય. સમર્પણ સ્ત્રી જ કરી શકે છે. તે રીતની સ્ત્રીની મનોરચના અને શરીર રચના ભગવાને કરી છે. સ્ત્રી તેજ પૂજ અને શૌર્યની પૂજક છે. તેટલા માટે પુરુષમાં તે ગુણો જેવા કે શૌર્ય, પરાક્રમ, તેજસ્વીતા, કર્તૃત્વ પ્રતિકાર ક્ષમતા, પુરુત્વમ્?
અને પૌરુષ હોવા જાેઈએ. તો જ સ્ત્રીનું સંપૂર્ણ સમર્પણ થઈ શકે અને સંસાર જીવન કાવ્ય બને. સ્ત્રી જેમ વેલો ઝાડને વીંટળાઈને વિકાસ કરે તેમ સ્ત્રી આ પુરુષ ગુણોને વીંટળાઈને જ પુષ્ટ બને છે. જાે તે ગુણો પુરુષ ધારણ ન કરી શકતો હોય અને સ્ત્રીની જેમ સ્રૈણ ગુણોવાળો થાય તો લાંબે ગાળે આકર્ષણ ન રહે,
જેના કારણે સ્ત્રીનું મન ભટકતું થઈ જાય અને દામ્પત્યનું કાવ્ય ચાલ્યું જાય. માટે પતિ ગુણો પતિએ ધારણ કરવા જાેઈએ. પતિ તેજ પૂજ હોવો જાેઈએ, નમાલો દીન હીન નહિ. તેજ પૂજ એટલે હું કોઈનું મફતનું લઈને લાચાર બનીશ નહિ, મફતનું લઈને મારા આત્માને મારીશ નહિ, હું મેળવીશ જ. આવી રીતના તેના કતૃત્વનો પડકાર હોવો જાેઈએ. લાંચ રુશ્વત, ચોરી કટકી કરેલું ધન એટલે જેમ કુતરું ફેંકેલા રોટલાનો ટુકડો ખાઈ જીવે તેવી રીતનું હું ધન લઈશ નહિ. આ ખુમારી પતિમાં હોવી જાેઈએ.
અર્જુન મહાભારતના યુદ્ધમાં ઊભો છે. કૃષ્ણ ભગવાનનો સાળો રૂકમી એક અક્ષૌહિણી સૈન્ય લઈને આવેલા અર્જુનને કહે છે હું તમારી મદદે છું. ત્યારે અર્જુને ક્ષણનો પણ વિચાર ન કરતાં કહ્યું મારે કોઈની મદદ જાેઈતી નથી. મદદ લેતાં પણ લાચારી આવે છે અને તેને કહ્યું કે હું આ યુદ્ધ મારો રાજ્ય વિસ્તાર વધારવા માટે નથી કરતો, આ ધર્મયુદ્ધ છે.
ત્રિકાલા બાધિત ચિરંતન શાશ્વત નૈતિકમૂલ્યોના રક્ષણ માટે તથા તે મૂલ્યોને પ્રસ્થાપિત કરવા માટેનું ધર્મયુદ્ધ છે. તને તે કાર્ય જાે તારું લાગતું હોય તો યુદ્ધમાં જાેડાઈ જા. મને મદદ કરવા માટે નહિ. આ અર્જુન તેજનો પૂજ છે. તેથી જ ભગવાન તેની પાછળ સારથી (કોચમેન) બનીને ઊભા છે. આમ, પુરુષ પતિ તરીકે તેજવાન અને શૌર્યવાન હોવો જાેઈએ. તે તેનો પતિ ગુણધર્મ છે તો જ સ્ત્રી તેનું સમર્પણ કરી શકે.
બીજું, પતિમાં પત્ની સમર્પણ થતાં પત્નીના ભરણપોષણ માટે અર્થોપાર્જનની સંપૂર્ણ જવાબદારી પતિની છે. પત્ની ઘરની ગૃહલક્ષ્મી છે. આ ગૃહલક્ષ્મીને આજની ફેશનમાં પતિદેવો અર્થોપાર્જન કરવા માટે પણ બીજાને ત્યાં નોકરી માટે મોકલે છે. તેમને તે ખબર નથી કે સ્ત્રી નોકરી કરતાં અનેક પુરુષ સંસર્ગમાં આવતાં અને ધંધો કરતાં તેના સ્ત્રીત્વના ગુણો જેવા કે કરુણા, વાત્સલ્ય, કોમળતા, ત્યાગ, સમર્પણ, લજ્જા ખોઈ બેસશે અને પૌરુષી બનશે.
જેના કારણે દામ્પત્યનું કાવ્ય ખલાશ થશે. આજે જાણે-અજાણે સ્ત્રી સમોવડી સ્ત્રી સ્વાતંત્ર્યતાના નામે સ્ત્રીને બજારમાં અર્થપ્રાપ્તિ માટે મોકલીને સ્ત્રીનું ખૂન કર્યું છે. એટલે સ્ત્રીત્વના ગુણો જ ખતમ કર્યા છે. અપવાદ તરીકે સ્ત્રી અર્થોપાર્જન યા તો પોતાના પુરુષ જાેડે મદદમાં કામ કરે તે ક્ષમ્ય છે તે સમજવું રહ્યું. આમ, પતિ તરીકે અર્થોપાર્જન કરી સ્ત્રીનું પોષણ કરવું તે પતિધર્મ છે.
ત્રીજી વાત, સ્ત્રીનું રક્ષણ કરવું એટલે તેના શિયળનું રક્ષણ કરવું તે પતિ ધર્મ છે. મહાભારતમાં પાંડવો વિરાટ રાજાના ત્યાં ગુપ્ત વેશે રહેલા ત્યારે દ્રૌપદી ઉપર મોહિત થયેલો કૈયો દ્રૌપદીને એક મકાનમાં તેનું શિયળ લૂંટવા બોલાવે છે. ત્યારે દ્રૌપદી પોતાના પતિ ભીમ પાસે જાય છે.
ભીમ વિરાટ રાજાને ત્યાં રસોઈયો હોવા છતાં સ્ત્રી રક્ષણ માટે-પત્ની રક્ષણ માટે ભીમ સાહસ કરે છે અને તે મકાનમાં સમય મુજબ દ્રૌપદી નહિ પણ પોતે જાય છે. ભોગ લંપટ કૈયો આવે છે અને ભીમ તેને મરણને ઘાટ ઉતારે છે. આમ, સ્ત્રીના શિયળ રક્ષણની જવાબદારી તે પતિ ધર્મ છે. ચોથી વાત, પતિમાં પૌરુષ ગુણ હોવો જાેઈએ.
પૌરુષમાં પણ ચારવાતો આવે. પ્રયત્નવાદ, પ્રતિકારક્ષમતા, ર્નિભયતા અને આક્રમકતા. ર્નિભય ક્યારે થવાય જ્યારે મારી પાછળ આ વિશ્વને નિર્માણ કરવાવાળી શક્તિ મારા હૃદયમાં બેઠેલી છે. એટલું જ નહિ તે સતત મારા શરીરમાં કાયાર્ન્વિત છે. તેની શક્તિ અને દેખભાળ નીચે જ મારું તેને ગમતું જીવન જીવતાં મને તે જ અદૃષ્ઠ શક્તિનું પીઠબળ છે. તેવી સમજવાળી ર્નિભયતા પતિમાં હોવી જાેઈએ.
આમ, ઉપર મુજબ પતિ તેજ પૂંજ, શૌર્યવાન, કર્તૃત્વવાન, અર્થોપાર્જન કરી શકે, ભરણપોષણને સ્ત્રીના રક્ષણની જવાબદારીમાં સક્ષમ હોય અને પ્રભુ પ્રત્યેની દુર્દમ્ય શ્રદ્ધા-ર્નિભયતા જેવા ગુણો ધારણ કરી દામ્પત્યનું કાવ્ય બને તે પતિ ધર્મ છે. નૈતિકતા છે તેવો પતિધર્મ બધા પુરુષો ધારણ કરે તો પ્રભુને જરૂર ગમશે.