હું કોને પરણવાની છું તેની બધાને ખબર છેઃ રશ્મિકા મંદાના
રશ્મિકા અને વિજય લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે
રશ્મિકા હાલ કારકિર્દીના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે, તેની ‘પુષ્પા ટૂ’ સુપરહિટ જશે તેવી આગાહી અત્યારથી જ થઈ ચૂકી છે
મુંબઈ,આગામી ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં રશ્મિકાને પૂછવામાં આવ્યું હતું કે તે ફિલ્મી દુનિયાના કોઈ હિરોને જીવનસાથી તરીકે પસંદ કરશે કે પછી ફિલ્મ ક્ષેત્ર સિવાયની વ્યક્તિને. ત્યારે રશ્મિકાએ સૂચક જવાબ આપ્યો હતો કે હું કોને પરણવાની છું તેની સૌને ખબર છે, તમે મારી પાસેથી શું બોલાવવા માગો છો તે હું સમજું છું. તેવું જણાવી રશ્મિકા મંદાનાએ પણ વિજય દેવરકોંડા સાથે ડેટિંગનો સંકેત આપ્યો છે. હજુ થોડા દિવસો પહેલાં જ વિજયે પણ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું.
રશ્મિકા અને વિજય લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. બંને સાથે સાથે ફરવા પણ ગયાં હોય તેવો સંકેત આપતી અનેક તસવીરો અગાઉ વાયરલ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલાં બંને લંચ ડેટ પર સાથે હોવાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.રશ્મિકા હાલ કારકિર્દીના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે. તેની ‘પુષ્પા ટૂ’ સુપરહિટ જશે તેવી આગાહી અત્યારથી જ થઈ ચૂકી છે. આ અગાઉ તે ‘એનિમલ’ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. આ તબક્કે તે રિલેશનશિપની કબૂલાત કરે તે તેના માટે સૌથી અનુકૂળ સમય છે.ss1