Western Times News

Gujarati News

હું ગોરી નથી માટે મને કાશ્મીરી યુવતીનો રોલ ના મળ્યો: હીના

મુંબઈ, અભિનેત્રી હીના ખાને ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. આજે મોટાભાગના લોકો હીનાને અક્ષરાના નામથી ઓળખે છે. લાંબા સમય સુધી સીરિયલમાં કામ કર્યા પછી હીના ખાને આ શૉ છોડી દીધો હતો. હીના ખાનનો તાજેતરમાં જ એક મ્યુઝિક વીડિયો રીલિઝ થયો છે, જેનું નામ મેં ભી બર્બાદ છે.

આ વીડિયોમાં તેની સાથે અંગદ બેદી પણ છે. વીડિયોમાં હીના ખાનના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હિના ખાને અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે પોતાના કરિયર, બોલિવૂડ અને રોકી સાથેના પોતાના સંબંધો વિષે વાત કરી હતી. લુક્સની વાત નીકળી તો હીના ખાને કહ્યું કે, મારો રંગ વધારે ગોરો નથી, માટે મને અનેક રોલ માટે ઈનકાર કરી દેવામાં આવ્યો.

હું પોતે કાશ્મીરી છું તો પણ એક ફિલ્મમાં કાશ્મીરી યુવતીના રોલ માટે મને ના પાડી દેવામાં આવી કારણકે હું એટલી ગોરી નથી. હું તે ફિલ્મ વિષે તમને નહીં જણાવુ પણ મને યાદ છે કે મને પ્રોજેક્ટ માટે ના પાડવાનું કારણ એ હતું કે, હું કાશ્મીરી યુવતી જેવી નથી દેખાતી. મારો રંગ ઘઉંવર્ણો છે. હિના આગળ જણાવે છે કે, ટીમને કેરેક્ટરને ધ્યાનમાં રાખીને અત્યંત ગોરી અભિનેત્રી જાેઈતી હતી.

મને ખોટું લાગ્યું કારણકે હું તે ભાષાને જાણુ છું, તે પાત્રને સારી રીતે ભજવી શકુ છું. પરંતુ મને તે રોલ ના મળ્યો કારણકે હું કાશ્મીરી જેવી નથી દેખાતી. પણ મેં આશા નથી જાેડી, હું હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરીશ. ઉલ્લેખનીય છે કે હિના ખાને બોલિવૂડ ફિલ્મમાં વિક્રમ ભટ્ટની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હૈક્ડ સાથે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં હિનાની સાથે મોહિલ મલ્હોત્રા અને રોહન શાહ મુખ્ય પાત્રમાં જાેવા મળ્યા હતા. હવે ટુંક જ સમયમાં હિના પોતાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મની જાહેરાત કરશે. હિના ખાન બિગ બોસમાં પણ જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.