‘હું ઘરનું ભાડું ભરવા મિત્રો પાસેથી ઉધાર લઈ રહ્યો છું’:સંજય ગાંધી
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના દદ્દાજીની આર્થિક સ્થિતિ કથળી
આ શહેરમાં મારી જાતને ટકાવી રાખવા માટે મારે પૈસાની જરૂર છે અને મારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી:સંજય ગાંધી
મુંબઈ,સંજય ગાંધી એવા કલાકાર છે, જેણે લભગ છેલ્લાં ત્રણ દાયકાથી ફિલ્મ અને ટિવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા જાણીતા અને ઓછા જાણીતા નાના-મોટા રોલ કર્યા છે, ખાસ કરીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ સિરીયલમાં દદ્દાજીના પાત્રથી તેઓ ઘરઘરમાં જાણીતા થયા હતા. ત્રીસ વર્ષાેની સફર પછી આજે તેઓ આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
તેમણે તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે, “એક કલાકારનું જીવન આવું જ હોય છે. જ્યારે કામ મળે ત્યારે બધાં જ સુખ સુવિધા હોય છે, પણ જેવું કામ મળવાનું બંધ થાય છે કે ઓચિંતી જ પડતી શરૂ થઈ જાય છે. હાલ એક શોમાં કામ ચાલતું હોવા છતાં હું આવા નબળા સમયમાંથી પસાર થઈ રહ્યો છું.” પોતાની આર્થિક સમસ્યાઓ વિશે વાત કરતા સંજય ગાંધીએ જણાવ્યું, ‘આ શહેરમાં મારી જાતને ટકાવી રાખવા માટે મારે પૈસાની જરૂર છે
અને મારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. ઘણા કલાકારોને પેન્ડેમિક દરમિયાન સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો અને મારે પણ. એ સમયે મારી બધી જ બચત ખર્ચાઈ ગઈ હતી. હું અંધેરીમાં એક ભાડાના ઘરમાં રહું છું અને છેલ્લાં ઘણા સમયથી મારા ભાડું ભરવા માટે મિત્રો પાસેથી ઉધાર લઈ રહ્યો છું.’ ss1