Western Times News

Gujarati News

હું જે પહેરું છું તેમાં સહજ, લોકોએ સ્વીકારવી પડશેઃ મલાઈકા અરોરા

મુંબઈ, મલાઈકા અરોરા બોલિવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસિસ પૈકીની એક છે. જિમથી લઈને પાર્ટી સુધીના મલાઈકાના લૂક ચર્ચામાં રહે છે. જાેકે, મલાઈકાને ઘણીવાર તેની કપડાંની પસંદગી અને તેને પહેરવાની ઢંગ માટે ટ્રોલ કરવામાં આવે છે. કપડાંના કારણે વારંવાર ટ્રોલર્સનો શિકાર બનેલી મલાઈકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

મલાઈકાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું કે, હંમેશા મહિલાઓની નેકલાઈન અને હેમ્સલાઈનની ટીકા કરવામાં આવે છે. ડ્રેસિંગ વ્યક્તિગત પસંદગીની વાત છે એટલે બીજાએ શું પહેરવું તેની સલાહ આપવાને બદલે લોકોએ પોતાની અંગત જિંદગીમાં ધ્યાન આપવું જાેઈએ.

મલાઈકાએ કહ્યું, હું બેવકૂફ નથી. મને ખબર છે મારા પર શું સારું લાગે છે. હું કોઈ ડ્રેસ પહેર્યું અને તેમાં સહજ હોઉં તો લોકોએ આ વાત સ્વીકારવી પડશે. એક મહિલાને હંમેશા તેની સ્કર્ટની લંબાઈ કે તેની ડીપ નેકલાઈન દ્વારા આંકવામાં આવે છે. જે લોકો મારી હેમલાઈન કે નેકલાઈન પર ટિપ્પણી કરે છે હું તેમની મરજી પ્રમાણે મારું જીવન ના જીવી શકું. તમે આ અંગે એક ચોક્કસ વિચારધારા લઈને ચાલતા હશો પરંતુ હું તેવી નથી.

મારી અંગત ચોઈસ મારી હોવી જાેઈએ અને બીજાની ચોઈસ તેમની. હું જજમેન્ટલ ના થઈ શકું અને કોઈને ના કહી શકું કે, અરે તમે આવા કપડાં કેમ પહેર્યા છે? હું જે-તે કપડામાં સહજ અનુભવું છું. હું મૂર્ખ કે બેવકૂફ નથી. મને ખબર છે કે, મને શું સારું લાગશે ને શું નહીં.

આ મારી પસંદ છે અને કોઈને મને તેના વિશે સલાહ આપવાનો અધિકાર નથી. જાે હું મારી સ્કીન, બોડી અને ઉંમર સાથે સહજ છું તો એવું રહેવા દો અને આ વાતને સ્વીકારી લો. બસ આટલી વાત છે, તેમ મલાઈકાએ વધુમાં કહ્યું.

જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ પોતાના કરિયરની શરૂઆત વિડીયો જાેકી તરીકે કરી હતી. તે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં જાેવા મળી છે અને તેણે આઈટમ નંબર્સ પણ કર્યા છે. હાલ મલાઈકા ટીવીની દુનિયામાં એક્ટિવ છે અને વિવિધ રિયાલિટી શોમાં જજની ખુરશી પર જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.