હું ડંકાની ચોટ પર કહી શકુ સુશાંત ડિપ્રેશનમાં ન હતોઃ અંકિતા લોખંડે
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત સાથે છ વર્ષ લીવ ઈન રિલેશનમાં રહેનારી અંકિતા લોખંડે તેમનાં બ્રેકઅપ બાદથી અત્યાર સુધીમાં કંઇ જ બોલી ન હતી પણ હવે પહેલી વખત તે આ મુદ્દે બોલી છે અને તેણે દિલ ખોલીને આ વિશે વાત કરી છે. અંકિતાએ સુશાંતનાં ડિપ્રેશનમાં હોવાની વાત જ ફગાવી દીધી છે.
અંકિતાનું કહેવું છે કે, સુશાંત એવો છોકરો જરાં પણ ન હતો કે તે ડિપ્રેશનમાં આવી શકે. તમે તેને બાયપોલર (ડબલ પર્સનાલીટી, ક્યારેક સારો તો ક્યારેક એકદમ વિચિત્ર) કહી દીધો. આવું તમે કેવી રીતે કહી શકો. હા તે કોઈ વાતે પરેશાન થઈ શકે. ગુસ્સે થઈ શકે કે તેનો અણગમો દર્શાવી શકે પણ તેને ડિપ્રેશનમાં હોવાનું કહેવું કે બાયપોર કહેવું તે જરાં પણ યોગ્ય નથી. આ બહુ મોટી વાત છે.
મારી સાથે જે સુશાંત હતો હુંુ જે સુશાંતને ઓળખુ છુંુ તે માટે હું ડંકાની ચોટ પર કહી શકુ છુ કે સુશાંત ડિપ્રેશનમાં ન હતો. હું નથી ઇચ્છતી કે લોકો તેને એક ડિપ્રેસ્ડ વ્યક્તિ તરીકે યાદ રાખે. હું ઈચ્છુ છુંુ કે તેને લોકો એક હીરો તરીકે યાદ રાખે. તે ખરેખરમાં એક હીરો છે તે નાના શહેરમાંથી આવ્યો તેણે તેના દમ પર પોતાનું નામ કમાયું, પોતાનાં દમ પર જીવન જીવ્યો. એ ઘણાં માટે પ્રેરણા આપનારો હતો. અને ભવિષ્યમાં પણ રહેશે.
તે ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિ હતો. તેણે મને એક્ટિંગ શીખવી છે. અને આ ખૂબ જ દુઃખની વાત છે જ્યારે લોકો એક વાર્તા ઘડીને તેનાં વિશે વાત કરે છે. તેને પોતાનાં મતલબથી રજૂ કરે છે. જ્યારે આવી વાતો સાંભળુંુ છુ તો મને ગુસ્સો આવે છે. શું તમે તેને ઓળખો છો.. શું કોઈને ખબર પણ હતી કે સુશાંત કોણ છે.. શું છે ? મને માફ કરશો સર પણ આ બધુ જ મને ખૂબ જ દુખ પહોંચાડે છે. હું અત્યાર સુધી સુશાંત વિશે કંઈ જ નથી બોલી. પણ હવે મારાથી ચૂપ નહીં રહેવાય. કારણ કે મારે બોલવું છે મારે લોકોને કહેવું છે કે, તે ડિપ્રેસ્ડ વ્યક્તિ ન હતો.
તે એક પેશનેટ વ્યક્તિ હતો. તે એક બાળક જેવો હતો. જે નાની નાની વાતે ખુશ થઈ જતો હતો. તે ખાવાનું જાેઈને ખુશ થઈ જતો. ગુલાબ જાંબુ જાેઈને તે ખુશ થઇ જતો. તે ચોકલેટ જાેઈને ખુશ થઈ જતો. તેને ખેતી કરવી હતી. તે પહેલેથી કહેતો જાે કંઈ ન થયું ને તો હું શોર્ટ ફિલ્મ બનાવી લઈશ પણ હું ખુશ રહીશ. મને નથી ખબર તેની સાથે શું થયુંુ પણ હું તે વાત સૌને કહેવા માંગુ છુ કે, સુશાંત ડિપ્રેશ્ડ વ્યક્તિ ન હતો. અને તે ક્યારેય ન હતો. આ વાત હું સૌ કોઈને કહેવા માંગુ છું.