હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથીઃ રૂપાણી
પાલનપુર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીએ જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત અન્ય કોર કમિટીના સભ્યો ઉપસ્થિત હતા.
પાલનપુર ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ૧૦ મેટ્રિક ટન હવામાંથી સીધો ઓક્સિજન બને તેઓ પ્લાન્ટ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કોઈપણ ગામડામાં પોઝિટિવ કેસ આવે તો તેને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહેશે.
ઘરે સારવાર લેવી હશે તો અધિકારીઓની ચકાસણી બાદ જ સારવાર લઈ શકાશે. જિલ્લામાં બનાસ કોવિડ હોસ્પિટલ અને બનાસડેરીમાં ઓક્સિજન માટેની સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારનો આવનારા દિવસોમાં ૩૦૦ ટન ઓક્સિજન માટે રાજ્યમાં ૨૫૦ થી વધુ પ્લાન્ટ ઉભા કરવાનો પ્લાન છે. આવનારી ત્રીજી વેવમાં ઓક્સિજનની ઘટ ન થયા તેવા પ્રયત્નો છે.
હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપણે પૂરતા આપ્યા છે. બનાસકાંઠામાં ૧૮ હજાર ઈન્જેક્શન આપ્યા છે. તાજેતરમાં વ્યાપકતાને જાેઇ રાજ્ય સરકારે ૧૫૦ નવી એમ્બ્યુલન્સ ખરીદી તેમાંથી બનાસકાંઠામાં પણ ૫ એમ્બ્યુલન્સ ફાળવી છે.
ભારત સરકારના તર્જગનો આપણને ક્યારે વેક્સીનેશન કરવું તે સૂચવે છે તે પ્રમાણે કામ થાય છે. આપણે કુલ ૩ કરોડ વેક્સીન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી તે અનુકૂડ ન હતી અને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને ૧૦ માં પછી ઓછા લોકો વિવિધ ફિલ્મમાં જતા હશે તેથી આપણે માસ પ્રમોશન આપ્યું છે.
૧૨ ધોરણ પછી અલગ-અલગ યુનિવર્સિટી એન્ટરન્સ પરીક્ષા લેતા હોય છે એટલે ૧૨ માં આપણે માસ પ્રમોશન આપતા નથી. પરંતું પરીક્ષા ક્યારે લેવી તે આપણે પરિસ્થિતિ જાેઈને ર્નિણય લઈશું. વાવાઝોડાને લઈને સંપૂર્ણ તૈયારી કરાઈ છે. દ્ગડ્ઢઇડ્ઢની ટિમો આવી રહી છે. રાજય સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે સરકાર પ્રયત્નસીલ છે.
રાજયસરકારે ખેડૂતો માટે વ્યાપક યોજનાઓ બનાવી છે. નર્મદાનું પાણી બનાસકાંઠામાં પહોચાડ્યું છે. ઉનાળામાં ખેડૂતોને પાણી મળી રહે તે આયોજન કરાયું છે. મ્યુકરમાઇકોસિસ માટે રાજય સરકારે તૈયારી કરી છે. ઇન્જેક્શનની અછત છે તેની વ્યવસ્થા કરાઈ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે.