હું દાવા સાથે કહેવા માંગુ છું કે કિસાન અને કોંગ્રેસનું આંદોલન સફળ થશે: સોનિયા
નવીદિલ્હી, આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી મનાવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજધાટ થઇ બાપુ અને વિજય ધાટ જઇ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગ પર કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પ્યારે કોંગ્રેસના સાથીઓ અને કિસાન મજદુર ભાઇઓ અને બહેનો આજે કિસાનો મજદુરો અને મહેનતકશોના સૌથી મોટા હમદર્દ મહાત્મા ગાંધીજીની જયંતી છે
ગાંધીજી કહેતા હતાં કે ભારતની આત્મા ભારતના ગામ ખેતરમાં વસે છે આજે જય જવાન જય કિસાનનું સુત્ર આપનાર આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતી પણ છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે આજે દેશનો કિસાન અને ખેતી કરનારા મજદુર કૃષિ વિરોધી ત્રણ કાળા કાનુનની વિરૂધ્ધ માર્ગો ઉપર આંદોલન કરી રહ્યાં છે
પોતાના લોહી પસીનો આપી દેશ માટે અનાજ ઉગાડનાર અન્નદાતા કિસાનને મોદી સરકારે લોહીના આંસુથી રોવડાવી રહી છે કોરોના મહામારી દરમિયાન આપણે બધાએ માંગે કરી હતી કે દરેક જરૂરતમંદ દેશવાસીઓને મફત અનાજ મળવું જાેઇએ તો શું આપણા કિસાન ભાઇઓની વગર આ સંભવ હતું આપણે કરોડો લોકો માટે બે સમયનું ભોજનની વ્યવસ્થા કરી શકતા હતાં.
તેમણે આગળ કહ્યું કે આજે દેશના વડાપ્રધાન આપણા અન્નદાતા કિસાનો પર ધોર અન્યાય કરી રહી છે તચેની સાથે અન્યાય કરી રહી છે
જે કિસાનો માટે કાનુન બનાવવામાં આવ્યો તેની બાબતમાં તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી નથી વાત પણ નહીં તેમના હિતોને નજરઅંદાજ કરી ફકત કેટલાક મિત્રો સાથે વાત કરી કિસાન વિરોધી ત્રણ કાળા કાનુન બનાવી દીધા.
જયારેસંસદમાં પણ કાનુન બનાવતી વખતે કિસાનોનો અવાજ સંભળવામાં આવ્યો નહીં તો તે પોતાની વાત શાંતિપૂર્વક રાખવા માટે મહાત્મા ગાંધીજીના માર્ગ પર ચાલતા મજબુરીમાં માર્ગો ઉપર ઉતરી આવ્યા.
લોકતંત્ર વિરોધી જન વિરોધી સરકાર દ્વારા તેમની વાત સાંભળવાની વાત તો દુર તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
તેમણે કહ્યું કે ભાઇઓ અને બહેનો આપણા કિસાનો અને ખેત મજદુર ભાઇ બહેનો આખરે શું ઇચ્છે છે ફકત આ કાનુનોમાં પોતાની મહેનતની ઉપજના યોગ્ય દામ ઇચ્છે છે અને આ તેમનો બુનિયાદી અધિકાર છે.
આજે જયારે અનાજ મંડી ખતમ કરી દેવામાં આવશે જમાખોરોને અનાજ જમા કરવાની છુટ મળી જશે અને કિસાન ભાઇઓની જમીનો ખેતી માટે મુડીપતિને સોંપી દેવામાં આવશે તો કરોડો નાના કિસાનોની રક્ષા કોણ કરશે કિસાનોની સાથે ખેત મજદુરો અને બટાઇદારોનું ભવિષ્ય જાેડાયેલું છે.
અનાજ મંડીઓમાં કામ કરનારા નાના દુકાનદારો અને મંડી મજદુરોનું શું થશે તેમના અધિકારીોની રક્ષા કોણ કરશે શું મોદી સરકારે આ બાબતે વિચાર્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દરેક કાનુન જન સહમતિથી જ બનાવ્યો છે કાનુન બનાવતા પહેલા લોકોના હિતોને સૌથી ઉપર રાખ્યો લોકતંત્રનું મહત્વ પણ આજ છે કે
દેશના દરેક નિર્ણયમાં દેશવાસીઓની સહમતિ હોય પરંતુ શું મોદી સરકાર તેને માને છે કદાચ મોદી સરકારને યાદ નહીં હોય કે તે કિસાનોના હકની ભૂમિનું યોગ્ય વળતર કાનુનને આર્ડિનેશના માધ્યમથી પણ બદલી શકી હતી
ત્રણ કાળા કાનુનોની વિરૂધ્ધ પણ કોંગ્રેસ પાર્ટી સંધર્ષ કરતી રહેશે આજે અમારા કાર્યકર્તા દરેક વિધાનસભા વિસ્તારમાં કિસાન અને મજદુરના પક્ષમાં આંદોલન કરી રહ્યાં છે
હું દાવા સાથેકહેવા માંગુ છું કે કિસાન અને કોંગ્રેસનો આ આંદોલન સફળ થશે અને કિસાન ભાઇઓની જીત થશે જય હિંદ એ યાદ રહે કે મોદી સરકાર દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલ કૃષિ વિધેયકોને લઇને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યાં છે.
આ મુદ્દા પર કેન્દ્રની એનડીએ સરકારમાં મંત્રી રહેલ શિરોમણી અકાલી દળના નેતા હરમિતસિંહ કૌરે રાજીનામુ આપી દીધુ હતું અને શિરોમણી અકાલી દળે એનડીએમાંથી પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધુ હતું.HS