હું પણ તેજસ્વી પ્રકાશના પ્રેમમાં છું: કરણ કુંદ્રા
મુંબઈ, બિગ બોસના ઘરમાં ઘણા સેલેબ્સ પ્રેમમાં પડ્યા છે, પરંતુ શો ખતમ થયા બાદ ઘણા રિલેશનશિપ ટકી શક્યા નથી. જાે કે, બિગ બોસ ૧૫ના લવબર્ડ્સ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ તે વાતની સાબિતી છે કે શો ખતમ થયા બાદ પણ પ્રેમ ટકી શકે છે.
બંને એકબીજાના પ્રેમમાં છે અને જાહેરમાં તે વ્યક્ત કરતા ખચકાતા પણ નથી. ‘જ્યારે હું બિગ બોસના ઘરમાં ગઈ ત્યારે, હું સ્પષ્ટ હતી કે નેશનલ ટેલિવિઝન પર કોઈને ડેટ કરીશ નહીં. મને કરણ હંમેશા ક્યૂટ અને સારો લાગતો હતો, પરંતુ મેં ક્યારેય તે ફીલિંગ સાથે આગળ વધવાનું વિચાર્યું નહોતું.
હવે હું તેની સાથે પ્રેમમાં છું, હું જાણું છું કે, હી ઈઝ ધ વન. અમે શોમાં મળ્યા તે વાતની મને ખુશી છે, તેમ તેજસ્વી પ્રકાશે કહ્યું હતું. કરણ કુંદ્રાએ ઉમેર્યું હતું કે, હું પણ તેના પ્રેમમાં છું. તે સ્માર્ટ છે અને મજબૂત છે. અમારા સંબંધો નવા છે, પરંતુ તેને વર્ષોથી ઓળખતો હોવ તેવુ લાગે છે.
અમે ચાર મહિના સુધી ૨૪ કલાક સાથે પસાર કર્યા હતા. અમે સાથે ઘણી મુશ્કેલ સમયમાંથી પસાર થયા છીએ અને હંમેશા એકબીજાની સાથે રહ્યા છીએ. હવે મને લાગે છે કે, અમે વધારે મજબૂત બન્યા છીએ. તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા એકબીજા માટે ક્વોલિટી ટાઈમ માણવા માટે ઉત્સુક છે. શો બાદ, તેજસ્વીને વધારે સમય નથી મળ્યો કારણ કે, તેને નાગિન ૬નું શૂટિંગ શરૂ કરવાનું હતું.
તેને ઊંઘવા માટે નિયમિત માંડ ૪ કલાક મળે છે. તેના માટે અઘરું છે. તેથી તેના શિડ્યૂલ પ્રમાણે હું મારો સમય મેનેજ કરવાનો પ્રયાસ કરું છું. હું તેને સેટ પરથી પિક કરવાની પણ ખાતરી કરું છું. ઘણીવાર સેટ પરથી ઘરે જતી વખતે તે ઊંઘી જાય છે, કારણ કે તે એટલી થાકી જાય છે. પરંતુ તે મારી આસપાસ હોય છે તેની મને ખુશી છે, તેમ કરણ કુંદ્રાએ કહ્યું હતું. તેજસ્વીએ કહ્યું હતું કે, કરણ મારા માટે બધુ સાઈડમાં મૂકી દે છે. તે બાળકની જેમ મારી સંભાળ રાખે છે. તે જે રીતે મને સેટ પર લેવા આવે છે અને ઘરે મૂકી જાય છે, તે મને ગમે છે.
બોયફ્રેન્ડ તરીકે તેને પામીને પોતાને નસીબદાર ગણું છું. તેજસ્વીના માતા-પિતા સાથેની પહેલી મુલાકાતને યાદ કરતાં કરણ કુંદ્રાએ કહ્યું હતું કે, ‘હું તેમને પહેલીવાર ફિનાલે નાઈટમાં મળ્યો હતો. તેમની સાથે ૧૦ મિનિટ વાત કરી હતી. અંકલ મારી ડાબી બાજુ અને આંટી જમણી બાજુ બેઠા હતા. હું નર્વસ થઈ ગયો હતો. આ સિવાય થોડુ વિચિત્ર પણ લાગતું હતું.
કારણ કે, શોમાં તેમણે અમને સતત ઝઘડતા જાેયા હતા. મારા માતા-પિતાની વાત છે તો, તેમનું કહેવુ છે કે, ‘આવી જ છોકરી જાેઈએ, આ તને સીધો કરશે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનો પહેલો વેલેન્ટાઈન્સ ડે છે. ત્યારે એક્ટરે કહ્યું હતું કે, ‘આ અમારો પહેલો વેલેન્ટાઈન્સ ડે છે. તેથી તે ખાસ રહેશે. હું સેટ પર જઈશ, જે હવે મારા માટે બીજું ઘર બની ગયું છે. હું તેમને તેજસ્વીને વહેલા છુટ્ટી કરવાનું કહીશ.SSS