હું પિતાને ગર્વ અપાવીશ તે હું જાણતો હતો: કરણ
મુંબઈ, સોમવારે ફિલ્મમેકર કરણ જાેહરને ન્યૂ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે સર્વોચ્ય સન્માન પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરણ જાેહરને એવોર્ડ આપ્યો હતો. તે પછી કરણ જાેહરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બ્લેક આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી હતી.
જેમાંથી એક તસીવરમા તેની સાથે તેના માતા હીરૂ જાેહર પણ હતા. તેને એવોર્ડ મળ્યા બાદ તેના બાળકો રૂહી અને યશનું રિએક્શન કેવું હતું તે અંગે ફિલ્મમેકરે કેપ્શનમાં ખુલાસો કર્યો હતો.
તેણે લખ્યું હતું ગત સાંજ વિશે મારા જીવનની યાદગાર ક્ષણ મને જાણ હતી કે એક દિવસ મારા પિતાને જરૂરથી ગર્વનો અનુભવ કરાવીશ અને મારા માતા મારી સાથે હતા તે વાતની મને ખુશી હતી. મારા બાળકોએ મને પૂછ્યું હતું કે ડેડી શું તમે મેડલ જીત્યો? મેં જવાબમાં કહ્યું હતું ‘હા, મને મળ્યો અને આશા રાખુ છું કે તમને પણ એક દિવસ મળે’.
પદ્મશ્રી મળવાથી ઘણું સન્માનિત અનુભવી રહ્યો છું. મનીષ મલ્હોત્રા મને આ સાંજ માટે તૈયાર કરવા બદલ આભાર. તેણે તસવીરો શેર કરી કે તરત અનિલ કપૂરે કોમેન્ટ કરી હતી તેમણે લખ્યું હતું કરણ તારા પિતાને તારા પર જરૂરથી ગર્વ થઈ રહ્યું હશે.
હંમેશા માટે ખૂબ બધો પ્રેમ. શ્વેતા બચ્ચન, શિલ્પા શેટ્ટી, નીતૂ કપૂર, મૌની રોય, નેહા ધૂપિયા, ઝોયા અખ્તર તેમજ મહીપ કપૂર સહિતના સેલેબ્સે કોમેન્ટ સેક્શનમાં તેને અભિનંદન પાઠવ્યા હતા. કરણ જાેહરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ મળ્યો તે સમયનો વીડિયો પણ શેર કર્યો હતો.
જેની સાથે તેણે લખ્યું હતું ‘આજે સ્વપ્ન જેવું લાગ્યું…મને પ્રતિષ્ઠિત પદ્મશ્રી આપવામાં આવ્યો. માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે તે મેળવાને હું અત્યાંત ભાગ્યશાળી માનું છું. આ મારા માટે, મારા માતા માટે, મારા બાળકો માટે અને મારી કંપની માટે હંમેશા યાદગાર દિવસ રહેશે. તમારા તમામની શુભેચ્છા તેમજ પ્રેમ બદલ ખૂબ-ખૂબ આભાર.SSS