હું બ્રાહ્મણ છું અને અમારી પાસે…’ રૈનાના વિવાદીત નિવેદન
મુંબઇ: ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી સુરેશ રૈના પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતો હોય છે પરંતુ રૈનાએ એવી ટિપ્પણી કરી દીધી છે જેનાથી મોટો વિવાદ સર્જાયો છે.
તમિલનાડુ પ્રિમીયર લીગની પાંચમી સિઝન ચાલી રહી છે અને પહેલી મેચ લાઇકા કોવઇ કિંગ્સ અને સલેમ સ્પાર્ટન્સ વચ્ચે રમાઇ રહી છે. સીરિઝની પહેલી મૅચ દરમિયાન રૈનાએ એવી ટિપ્પણી કરી જે બાદ સોશ્યલ મિડીયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.
સુરેશને જ્યારે એક કમેન્ટેટરે પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી તો તેને સાઉથ ઇન્ડિયન પોશાકમાં નાચતા અને સીટી વગાડતા જાેવા મળ્યો હતો.
આ વાતનો જવાબ આપતા રૈનાએ કહ્યું કે, મને લાગે છે હું પણ બ્રાહ્મણ છું. હું ૨૦૦૪થી ચેન્નઇની ટીમ તરફથી રમી રહ્યો છું અને મને અહીની સંસ્કૃતિ સાથે પ્રેમ છે. હું અનિરુદ્ધ શ્રીકાંત સાથે રમી ચૂક્યો છું. બદ્રી, બાલાજી સાથે રમવાનો પણ મોકો મળ્યો છે. મને લાગે છે કે તમને ત્યાંથી સારુ શીખવા મળે છે અને અમારી પાસે એક સારુ પ્રશાસન છે. મને ચેન્નઇની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છુ કે સીએસકેનો હિસ્સો છું.
રૈનાના આ નિવેદન પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. એક જાતિના નામ પર તેનું આ નિવેદન નેટીઝન્સને પસંદ નથી આવી રહ્યું. લોકો કહી રહ્યાં છે કે રૈનાએ આ પ્રકારનો વર્ડ યુઝ જ ન કરવો જાેઇએ.