હું ભાજપ અને કિસાનોની સાથે છું: સાંસદ સની દેઓલ
નવીદિલ્હી, કિસાનોના આંદોલનની વચ્ચે પંજાબના ગુરદાસપુરથી સાંસદ સની દેઓલની પણ પ્રતિક્રિયા આવી છે સની દેઓલે કહ્યું કે હું ભાજપ અને કિસાનની સાથે છું. ભાજપ નેતા અને સાંસદ સની દેઓલે દુનિયાના કેટલાક સમુદાયો દ્વારા કિસાન આંદોલનને લઇ આપવામાં આવેલી પ્રતિક્રિયા પર પણ વાત કરી હતી. દેઓલે કહ્યું કે આ મામલો કિસાનો અને સરકારની વચ્ચેનો છે અને તે લોકો તાકિદે જ કોઇ ને કોઇ પરિણામ પર પહોંચી જ જશે તેમણે કહ્યું કે હું પુરી દુનિયાથી વિનંતી કરૂ છુંકે આ મામલો કિસાનો અને સરકારની વચ્ચે છે આ બંન્નેની વચ્ચે આવશો નહીં કારણ કે બંન્ને વાતચીત બાદ કોઇને કોઇ રસ્તો શોધી લેશે હું જાણુ છું કે અનેક લોકો તેનો લાભ ઉઠાવવા ઇચ્છે છે અને સમસ્યા પેદા કરવા ઇચ્છે છે તે લોકો કિસાનોની બાબતમાં વિચારી રહ્યાં નથી આ લોકો પોતાના એજન્ડા માટે આવ્યા છે.
સની દેઓલે દીપ સિધ્ધુ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ચુંટણીના સમયે મારી સાથે હતાં લાંબા સમયથી મારી સાથે નથી તે જે કાંઇ કહી રહ્યા ંછે અને કરી રહ્યાં છે તે ખુદ પોતાની ઇચ્છા અનુસાર કરી રહ્યાં છે મારે તેમની કોઇ પણ ગતિવિધિથી કોઇ સંબંધ નથી હું મારી પાર્ટી અને કિસાનોની સાથે છું અને હંમેશા કિસાનોની સાથે રહીશ અમારી સરકારે હંમેશા કિસાનોના ભલા માટે વિચાર્યું છે અને મને વિશ્વાસ છે કે સરકાર તેમની સાથે વાતચીત કરી યોગ્ય પરિણામ પર પહોંચશે.
દીપ સિધ્ધુ એક પંજાબી એકટર છે અને કિસાનોના આંદોલનમાં સામેલ રહ્યાં છે તાજેતરમાં સિધ્ધુ પર ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ લગાવાયો હતો સોશલ મીડિયા પર દીપનો એક વીડિયો કિલપ શેર કરવામાં આવ્યો હતો આ કિલપમાં અભિનેતા પત્રકાર બરખાની સાથે મુલાકાતમાં કહેવાતી રીતે ભિંડરાવાલેને આતંકી માનવાનો ઇન્કાર કરતા નજરે પડયા છે કહેવાતી રીતે આ મુલાકાતમાં અભિનેતાએ કહ્યું કે ભિંડરાવાલે એક મજબુત ફેડરલ સ્ટ્રકટર માટે સંધર્ષ કર્યું હતું પરંતુ તેની વિરૂધ્ધ આ નેરેટિવ ગઢવામાં આવ્યું કે તે ટેરિરિસ્ટ છે.HS