હું માત્ર એટલે સંન્યાસ નહીં લઉં કેમ કે લોકો તેની બાબતે વાત કરી રહ્યા છેઃ સાહા
મુંબઇ, રિષભ પંતને ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો હતો ત્યારે ઋદ્ધિમાન સાહાએ છેલ્લી વખત ભારત માટે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરવાની જવાબદારી સંભાળી હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ૩ મેચોની ટેસ્ટ સીરિઝમાં ઋદ્ધિમાન સાહાને એક વખત પણ પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ મળ્યો નહોતો અને તેણે રણજી ટ્રોફીમાંથી પણ પોતાનું નામ પાછું લઈ લીધું.
એવા રિપોર્ટ્સ છે કે ઋદ્ધિમાન સાહાને કહી દેવામાં આવ્યું છે કે ભારતીય ટીમમાં તેના દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને આગામી શ્રીલંકા વિરુદ્ધ ઘરેલુ સીરિઝમાં તેનું સિલેક્શન કરવામાં નહીં આવે.
આ દરમિયાન અનુભવી વિકેટકીપર બેટ્સમેને સ્પષ્ટ કર્યું છે કે તે બંગાળની ટીમમાંથી એટલે નથી હટ્યો કેમ કે તેને શ્રીલંકા વિરુદ્ધ સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળવાની નથી.
ઋદ્ધિમાન સાહાએ વિશ્વાસ સાથે કહ્યું કે ભલે આગામી ઘરેલુ સીરિઝમાં તેને ચાન્સ ન મળે પરંતુ તે સંન્યાસ લઈ રહ્યો નથી. સ્પોર્ટ્સ સ્ટાર સાથે વાતચીત કરતા ઋદ્ધિમાન સાહાએ કહ્યું કે આ ખાનગી ર્નિણય હોય છે. વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી તે તેનો અંગત ર્નિણય હતો. આ પ્રકારે મારો સંન્યાસ મારો અંગત ર્નિણય હશે.
દરેકની શરૂઆત અને અંત હોય છે. તેણે કહ્યું હું માત્ર એટલે સંન્યાસ નહીં લઉં કેમ કે લોકો આ બાબતે વાત કરી રહ્યા છે. જાે ટીમને મારું પ્રદર્શન પસંદ નથી અને જાે તેઓ મને બહાર કરે છે તો મારે એ સ્વીકાર કરવું પડશે. જાે લોકો ધકેલશે તો હું નહીં જાઉ. બંગાળના ક્રિકેટરે ધ્યાન અપાવ્યું કે તે અત્યારે ૩૭ વર્ષનો છે અને તેમાં થોડા વર્ષની ક્રિકેટ બચી છે. ઋદ્ધિમાન સાહાએ આગળ કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૪૦ વર્ષની ઉંમર સુધીના ખેલાડીઓને રમતા જાેયા અને ત્યારબાદ પણ કેટલાકે રમવાનું ચાલુ રાખ્યું.
તેણે કહ્યું કે મારા કરિયરમાં મેં ૪૦ વર્ષના ખેલાડીઓને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા જાેયા છે. કેટલાકે ૪૦ વર્ષ બાદ પણ રમવાનું ચાલુ રાખ્યું અને કેટલાકે જલદી સંન્યાસ લીધો. તો આ ખાનગી ર્નિણય છે. હું ૩૭ વર્ષનો છું તો મારા કરિયર પર સવાલ ઉઠી રહ્યા છે પરંતુ ટીમમાં એવા અન્ય કેટલાક સભ્ય વધુ પણ છે જે મારી ઉંમર નજીક છે. હું જાણવા માગું છું કે શું તેઓ પણ આ સવાલનો સામનો કરી રહ્યા છે.HS