હું મારા અંગત જીવન વિશે વાત કરતો નથી: રોહન
મુંબઇ, શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર અને બોલિવુડના સીનિયર ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાના દીકરા રોહન શ્રેષ્ઠાની ચાર વર્ષ જૂન લવ સ્ટોરીમાં કંઈ જ ઠીક ન ચાલી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી તેવા રિપોર્ટ્સ વહેતા થયા છે કે, શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાનું બ્રેકઅપ થયું છે અને આ સાથે તેમની પ્રેમકહાણીનો અંત આવ્યો છે. શ્રદ્ધા અને રોહન એકબીજા પ્રત્યે ગંભીર હોવાનું કહેવામાં આવતું હતું.
તેઓ ખૂબ જલ્દી લગ્ન કરવાના હોવાની પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જાે કે, બંનેમાંથી કોઈએ પણ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નહોતી. શક્તિ કપૂરે ઓગસ્ટ, ૨૦૨૧માં જણાવ્યું હતું કે, આજના બાળકો તેમના ર્નિણયો જાતે લે છે, તેથી તેમણે શ્રદ્ધાને પણ છૂટ આપી છે.
રોહને હજી લગ્ન માટે શ્રદ્ધાનો હાથ માગ્યો નથી, તેમ છતાં જાે શ્રદ્ધા તેમને તે સેટલ થવા માટે તૈયાર હોવાનું કહેશે, તો તેઓ તેને સપોર્ટ કરશે. રોહન શ્રેષ્ઠાનો સંપર્ક કર્યો હતો અને શું તેણે અને શ્રદ્ધા કપૂરે બ્રેકઅપ કરી લીધું તેવો સવાલ કર્યો હતો. તેના પર તેણે કહ્યું હતું કે, ‘હું મારા અંગત જીવન વિશે વાત કરતો નથી.
મેં પહેલા પણ આમ કર્યું નથી’. બ્રેકઅપની ચર્ચા શરૂ થતાં શ્રદ્ધા કપૂરે પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તરત જ પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું ‘ઓર સુનાઓ?’. તેની આ પોસ્ટ પર ફેન્સના અલગ-અલગ રિએક્શન સામે આવ્યા હતા.
રોહન શ્રેષ્ઠા આમ તો શ્રદ્ધા કપૂરના ઘરે થતાં દરેક સેલિબ્રેશનમાં હાજર રહેતો હોય છે. પરંતુ, આ વખતે ફેબ્રુઆરીમાં એક્ટ્રેસે જ્યારે ગોવામાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો ત્યારે રોહન ત્યાં હાજર રહ્યો નહોતો. કારણ કે, કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે કપલ ફેબ્રુઆરીમાં જ અલગ થઈ ગયું હતું.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, રોહન શ્રેષ્ઠા પણ બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર છે જ્યારે શ્રદ્ધા કપૂર લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર સાથે જાેવા મળશે. આ સિવાય તેની પાસે ‘નાગિન’, પંકજ પરાશરની ‘ચાલબાઝ ઈન લંડન’ પણ છે. છેલ્લે તે ટાઈગર શ્રોફ સાથે અહેમદ ખાનની ફિલ્મ ‘બાગી ૩’માં જાેવા મળી હતી.SSS