હું મારા ભગવા કપડાં બીજા ઉપર થોપતો નથી: યોગી

નવી દિલ્હી, કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ બીજા રાજયો સુધી પણ પહોંચી ગયો છે અને હવે સીએમ યોગી આદિત્યનાથે તેના પર નિવેદન આપતા કહ્યુ છે કે, કોઈ બાળકી પોતાની મરજીથી હિજાબ નથી પહેરતી.
ભગવા વસ્ત્રો પરના સવાલ પર તેમણે કહ્યુહ તુ કે, હું મારા ભગવા કપડા બીજા પર થોપતો નથી. એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં સીએમ યોગીએ કહ્યુ હતુ કે, જે લોકો તાલિબાન રાજ લાવવાના સપના જાેઈ રહ્યા છે અને અડધી વસતીને તેના અધિકારોથી વંચિત રાખવા માંગે છે તો મારે કહેવુ પડે છે કે, ગઝવા એ હિન્દનુ સપનુ પુરુ નહીં થાય.
સીએમ યોગીએ કહ્યુ હતુ કે, કોઈ બાળકી પોતાની મરજીથી હિજાબ નથી પહેરતી, શું તમને લાગે છે કે મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકને પોતાની મરજીથી સ્વીકારી લે છે..તમે એ મહિલાઓેને પૂછો તો ખબર પડશે.મેં તો તેમને આંસુ જાેયેલા છે.
તેમણે કહ્યુ હતુ કે, હું મારા મરજીથી ભગવા કપડા પહેરુ છું પણ મારા કાર્યાલયના કર્મચારીઓને પણ આવા કપડા પહેરવા માટે બળજબરી નથી કરતો.હું કાર્યાલય કે પાર્ટીમાં બીજાને ના કહી શકું કે તમારે પણ ભગવા કપડા પહેરીને આવવુ પડશે.સ્વતંત્રતા બધાને છે પણ સાથે સાથે સંસ્થામાં શિસ્તનુ પાલન થાય તેનુ પણ ધ્યાન રાખવુ પડશે.
યોગીએ દાવો કર્યો હતો કે, જે ૫૮ બેઠકો પર પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ત્યાં ૪૦થી ૫૦ બેઠકો ભાજપ જીતશે.અમે આ વખતે પણ ૩૦૦ કરતા વધારે બેઠકો પર જીતીશું.SSS