Western Times News

Gujarati News

હું મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ નથી ઃ બારબરા જાબરિકા

એન્ટીગુઆ: હજારો કરોડોના પીએનબી સ્કેમ પછી ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોકસી સાથેના કથિત સંબંધો પર ઘેરાયેલી મિસ્ટ્રી ગર્લ બારબરા જાબરિકાએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. તેણે કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ નથી અને તે મારો શૂગર ડેડી નથી. મારી પોતાની ઈનકમ છે અને બિઝનેસ છે. મને મેહુલના પૈસા, મદદ, હોટલ બુકિંગ, નકલી ઘરેણાંની જરુર નથી.
બારબરા એ એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, મેહુલ ચોકસી તેને પોતાના ઘરેણાંના બિઝનસ સાથે જાેડવા માંગતો હતો પરંતુ મેં તેની ઓફર સ્વીકારી નહીં.

મેહુલે મને વીંટી અને નેકલેસ એટલા માટે આપ્યા કે જેથી હું તેના બિઝનેસ સાથે જાેડાઈ જઉં. આ પહેલા બારબરા એ જણાવ્યુ હતું કે મેહુલ તેની સાથે ફ્લર્ટ કરતો હતો અને તેણે પોતાની ઓફિસમાં કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મેહુલે પોતાના ગ્રાહકોની જેમ જ બારબરા ને પણ હીરાની નકલી વીંટી આપી હતી. મેહુલે બારબરા ને પોતાનું નામ રાજ જણાવ્યુ હતું.

બારબરા જણાવે છે કે, મેહુલ ચોકસીના વકીલોએ તેનું નામ જબરદસ્તીથી કેસમાં જાેડ્યું છે. મહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને પછી ફ્લર્ટ કરવા લાગ્યો. મેહુલ ચોકસીના કથિત અપહરણ સાતે તેને કોઈ લેવાદેવા નથી. આ સમગ્ર ઘટનાને કારણે બારબરા અને તેનો પરિવાર તણાવમાં છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત આવવાથી બચવા માટે મેહુલ ચોકસીએ નવો દાવ અજમાવ્યો હતો. તેણે એન્ટીગુઆ પોલીસને પત્ર લખીને કહ્યું કે મારી સાથે મારપીટ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો છે. તેણે પોતાના અપહરણ પાછળ મહિલા મિત્ર બારબરા જાબેરિકાની સંડોવણી જણાવી. મેહુલના આરોપ પર બારબરા જણાવે છે કે તેની પાસે મેહુલના અપહરણની અનેક તકો હતી, પરંતુ તેણે આમ નહોતુ કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.