હું સાડાત્રણ વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ રંગમંચ પર સન્મુખતા મળી હતીઃ અથર્વ
મુંબઈ, એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં યુવા ભીમરાવની ભૂમિકા ભજવતા અથર્વ જણાવ્યું હતું કે “હું સાડાત્રણ વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ રંગમંચ પર સન્મુખતા મળી હતી. મારા વાલીઓએ વર્કશોપમાં ભાગ લેવા મારી નોંધણી કરાવી હતી. રંગમંચ આ મારો પહેલો સમય હતો. હું તેનાથી બહુ મોહિત હતો અને ત્યારથી મને રંગમંચ સાથે પ્રેમ છે.
ટૂંક સમયમાં જ તે મારો શોખ બની ગયો અને મારે માટે તકોની બારી ખૂલી ગઈ. આ પછી મેં અમુક વર્કશોપમાં ભાગ લીધો, જેમાંથી મારી અભિનયની કારકિર્દી માટે પાયો રચાયો.
રસપ્રદ રીતે થિયેટર પ્રોડક્શન્સ સાથે કામ કરવાથી ઘણી બધી જીવનની કુશળતાઓ શીખવા મળે છે. તે તમારો મૌખિર સંદેશવ્યવહાર સુધારે છે અને સમસ્યા ઉકેલવાની કુશળતા વધારે છે, વિશાળ દર્શકો સામે બોલવાનો આત્મવિશ્વાસ આપે છે, દબાણ હેઠળ અને સ્વતંત્ર રીતે કામ કરવાનું શીખવે છે.
મને રંગમંચ બહુ ગમે છે, જેણે અભિનેતા તરીકે મને આકાર આપ્યો છે. તેને આબારી મને એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં યુવાન ભીમરાવનું પાત્ર ભજવવાનો સુંદર મોકો મળ્યો છે, જે મારી જીવનની સૌથી મોટી ભૂમિકા છે!”