હું સાદો ગુજરાતી છું અને સાદા પરિવારથી આવું છું
મુંબઈ, ટીવી એક્ટર્સ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા, જેમણે ૩૦મી નવેમ્બરે મધ્યપ્રદેશમાં લગ્ન કર્યા હતા, તેમણે હાલમાં વન મંથ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં લીડ રોલ પ્લે કરી રહેલું આ કપલ સેલિબ્રેશન માટે રાજસ્થાનના જેસલમેર ગયું હતું.
નીલ ભટ્ટે લગ્ન બાદ આવેલા ફેરફાર અને ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવા અંગે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. પ્રમાણિકતાથી કહું તો, ઐશ્વર્યા અને મને ફેરફાર આવ્યા હોય તેવું લાગતું નથી. તે છેલ્લા છ મહિનાથી મારી અને મારા પરિવાર સાથે રહે છે. સેટ પર પેક અપ કર્યા બાદ, તે ઘણીવાર મારા ઘરે આવતી હતી અને અમારી સાથે રહેતી હતી.
અમારા બંને વચ્ચે બધુ ઓર્ગેનિક હતું. હું એક સાદી વ્યક્તિ છું જે સાદા પરિવારમાંથી આવે છે. ગુજરાતી વ્યક્તિની જેમ મને બાબતો મારા પૂરતી સીમિત રાખવી ગમે છે. મારા માટે લગ્ન ખૂબ જ પવિત્ર છે. એક્ટર નીલ લગ્ન કરી રહ્યો હોવાનો ભાર ઊંચકવા માગતો નહોતો. તેથી મેં વેડિંગ સેલિબ્રેશનને સિમ્પલ રાખ્યું હતું અને મેં દરેક ફંક્શન માણ્યા હતા.
હું ક્યારેય મારા લગ્નને સિક્રેટ રાખવા ઈચ્છતો નહોચો પરંતુ તે ન થાય ત્યાં સુધી તેના વિશે વાત કરવા માગતો નહોતો. અમારા માટે લગ્ન તે રોલર કોસ્ટર રાઈડ જેવા હતા કારણ કે અમે લીડ તરીકે સીરિયલ માટે પણ શૂટિંગ કરી રહ્યા હતા. રેખાજી ભૂતકાળમાં અમારા શોનો ભાગ હતા.
લગ્ન માટે મેં તેમને માત્ર એક જ ફોન કર્યો હતો અને ઐશ્વર્યા તેમજ હું લગ્ન કરી રહ્યા હોવાનું કહ્યું હતું. આ સિવાય જાે તેઓ સેલિબ્રેશનમાં આવશે તો અમને ગમશે તેમ પણ કહ્યું હતું. તેમણે તરત જ હા પાડી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની હાજરી ઐશ્વર્યા માટે સરપ્રાઈઝ બનવી જાેઈએ, તેથી તેમણે મને તેને કંઈ પણ ન કહેવાનું કહ્યું હતું.
રેખાજીએ મારા રિસેપ્શનને વધારે સ્પેશિયલ બનાવ્યું હતું. ના, તે સભાન ર્નિણય લેવામાં આવ્યો નથી. બંને માટે ઓફર આવી છે પરંતુ કેટલીકવાર હું તેને સ્વીકારતો નથી. હવે હું બંને માટે ઓપન છું. બિગ બોસમાં ભાગ લેવાની વાત છે, તો મને નથી લાગતું કે મારો તેવો સ્વભાવ છે. હું તે શોમાં ગયો છું પણ ગેસ્ટ તરીકે. ઘણા એવા શો છે જે હજી બોલ્ડ નથી. મારા મનમાં આ નથી પરંતુ મારી પાસે વેબ શો આવે તો તેમા કન્ટેન્ટ હોવુ જરૂરી છે. ઘણા લોકો નથી જાણતા પરંતુ હું કોન્સેપ્ટ લખતો રહું છું જે મારા મનમાં ઘૂમતા રહે છે.SSS