હું સુશાંત સિંહ રાજપુતના પૈસા પર જીવી રહી ન હતી: રિયા
મુંબઇ, સુશાંત મામલામાં એફઆઇઆર દાખલ થયા બાદ પહેલીવાર રિયા ચક્રવર્તી સામે આવી છે તેણે એક મુલાકાતમાં યુરોપ ટ્રિપ પર સુશાંતની બાબતમાં અનેક ખુલાસો કર્યો છે રિયાએ કહ્યું કે તે અને સુશાંત કપલની જેમ રહેતા હતાં તે સુશાંતના પૈસા પર જીવી રહી ન હતી. સુશાંત સિંહ રાજપુતના મોત મામલામાં તમામ આરોપો સહન કરી રહેલરિયાએ પહેલીવાર આ કેસમાં ચુપકીદી તોડી છે રિયાએ ખુદને નિર્દોષ બતાવતા કહ્યું કે જે રીતે વાતો થઇ રહી છે તેમાં જરા પણ સચ્ચાઇ નથી રિયાએ એક મુલાકાતમાં તે યુરોપ ટ્રિપની બાબતમાં પણ ખુલાસો કર્યો છે જેની બાબતમાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ જ સુશાંત બદલાઇ ગયો હતો રિયાએ કહ્યું કે તે સુશાંતના પૈસા પર જીવી રહી ન હતી અને બંન્ને કપલની જેમ રહેતા હતાં રિયાએ કહ્યું કે તે સુશાંતથી પ્રેમ કરતી હતી અને તેમની પાસે કોઇ તપાસ એજન્સીથી છુપાવવા માટે કાંઇ પણ નથી.
રિયાએ મુલાકાતમાં કહ્યું કે યુરોપની ટ્રિપ પર જયારે અમે જઇ રહ્યાં હતાં ત્યારે સુશાંતે બતાવ્યું હતું કે તેને ફલાઇટમાં બેસવાથી ડર લાગે છે તેથી તે એક દવા લેતો હતો જેનું નામ મોડાફિનિલ છએ ફલાઇટથી પહેલા પણ તેણે તે દવા લીધી કારણ કે દવાઓ દરેક સમયે સુશાંતની પાસે રહેતી હતી. રિયાએ કહ્યું કે પેરિસમાં મારૂ એક શુટ થવાનું હતું આથી ઇવેંટ ઓર્ગેનાઇઝ કરનારી કંપનીની તરફથી ફલાઇટની ટિકીટ અને હોટલની બુકીંગ થઇ ચુકી હતી પરંતુ તે સુશાંતનો આઇડિયા હતો કે આ બહાને યુરોપની ટ્રિપ કરે છે સુશાંતે ત્યારબાદ મારી ટીકીટ રદ કરાવી દીધી અને ખુદના પૈસાથી ફર્સ્ટ કલાસની ટીકીટ બુકીંગ કરી મેં તેને રોકયો તું ખુબ પૈસા ખર્ચ કરી રહી છે કારણ કે ટ્ર્રિપ ખુબ લાંબી છે.
રિયાએ વધુમાં કહ્યું હતું કે અમે પેરિસમાં લૈંડ થયા ત્રણ દિવસ સુધી સુશાંત રૂમમાંથી બહાર નિકળ્યો નહીં જતા પહેલા તે ખુબ ખુશ હતો જયારે અમે ઇટાલી પહોંચ્યા તો અમારી હોટલના રૂમમાં એક અલગ રીતની સ્ટ્રકચર હતું સુશાંતે કહ્યું કે અહીં કંઇક છે પરંતુ મેં કહ્યું કે એક ખરાબ સપનું હોઇ શકે છે ત્યારબાદ સુશાંતની સ્થિતિ બદલાઇ અને તે રૂમમાંથી નિકળવા માંગતો ન હતી ત્યારબાદ ૨૦૧૩થી સુશાંત સાથે ડિપ્રેશન જેવી વસ્તુઓ શરૂ થઇ ત્યારબાદ મનૌવૈજ્ઞાનિકને મળ્યા હતાં. એ યાદ રહે કે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે.HS