Western Times News

Gujarati News

હુમલામાં કન્ટેનર ચાલકને માથાના ભાગે સળીયો મારી દેતાં સોળ ટાંકા લેવા પડ્યા

અમારી ગાડી ઉપર કેમ તારી ગાડી નાંખી ભાગે છે એમ કહી હુમલો કરી ટ્રક કન્ટેનરના કાચ તોડી નાંખ્યા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,: ઝઘડીયાની વાલીયા ચોકડી પર એક બોલેરો ગાડીમાં આવેલ બે ઇસમોએ એક કન્ટેનર ચાલકને રોકીને માર મારીને કન્ટેનરનો ક‍ાચ તોડી નાંખ્યો હતો. હુમલામાં કન્ટેનર ચાલકને માથાના ભાગે રોડ મારી દેતાં સોળ ટાંકા લેવા પડ્યા. અમારી ગાડી ઉપર કેમ તારી ગાડી નાંખી ભાગે છે એમ કહી હુમલો કરી ટ્રક કન્ટેનરના કાચ તોડી નાંખ્યા હતા.

હિમાચલ પ્રદેશનો રહીશ સિમરનજીતસિંગ મોહિન્દરસિંગ નામનો કન્ટેનર ચાલક હિમાચલ પ્રદેશના નાલાગઢ ના મોહીન્દર સીંગ ના ટ્રાન્સપોર્ટ ના ટ્રક કન્ટેનર પર ડ્રાઇવિંગ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે.ગતરોજ સિમરજીતસીંગ કન્ટેનર લઈને ઝઘડીયા નજીક કોહલર કંપની માંથી માલ ખાલી કરી ઝઘડીયા તરફ આવી રહ્યો હતો.તે દરમ્યાન ઝઘડીયા ત‍ાલુકાના સેલોદ ગામ નજીક એક બોલેરો ગાડી આવતી હતી તે બોલેરો ગાડી ના ઈસમોએ તેમની ગાડી પાછી વાળીને કન્ટેનરને ઉભુ રાખવા બુમો પાડી ઈશારા કરતા હતા.કન્ટેનર ચાલકને તેઓ તેને મારશે તેવો ડર લાગતાં તેણે કન્ટેનર ઉભું રાખેલ નહીં.બોલેરો ચાલકે કન્ટેનરનો ઝઘડિયા સુધી પીછો કર્યા બાદ ઝઘડિયાની વાલીયા ચોકડી પર ઓવરટેક કરી હતી.

ઝઘડીયાની વાલિયા ચોકડી નજીક કન્ટેનરને ઉભુ રખાવીને બોલેરો ગાડીના ચાલક તથા તેમાં બેઠેલા અન્ય એક ઈસમે તેની પાસે આવેલ અને કન્ટેનર ચાલક સિમનજીત‌ સિંગ ને જણાવ્યુ હતુ કે તુ કેમ અમારી ઉપર તારી ગાડી ન‍ાંખીને ભાગે છે? એમ કહીને બોલેરો ગાડીમાં આવેલ બે ઈસમોએ ગમેતેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.બોલેરો ગાડીના ડ્રાઈવર સાથે હતો તે ઈસમે બોલેરો માંથી રોડ (સળીયો) લાવી સિમરનજીતને માથાના ભાગે મારી દીધા હતા અને તેજ સળીયા વડે બોલેરોના ચાલકે સિમરનજીતને પગના ભાગે બે ત્રણ સપાટા મારી દીધા હતા અને કન્ટેનરના કાચ તોડી નુકશાન કર્યું હતું. જીવલેણ હુમલામા ઈજાગ્રસ્ત થયેલ સિમરનજીતસિંગને પ્રથમ સારવાર માટે સેવા રૂરલ ખાતે અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયો હતો.જ્યાં સિમરનજીતને માથાના ભાગે સોળ ટાંકા લેવા પડ્યા હતા.સિમરનજીતસિંગ મોહિન્દરસિંગ રહે.નાલાગઢ જી.સોલન હિમાચલ પ્રદેશનાએ બોલેરો ગાડીમાં આવીને જીવલેણ હુમલો કરીને તેના વાહનને નુકશાન કરનાર બે ઈસમો (૧) અનિલ જયેન્દ્રસિંહ રાઠોડ (૨) સમીર મહેબુબભાઈ નકુમ બન્ને રહે.ઝઘડીયા જી.ભરૂચના વિરૂધ્ધ ઝઘડીયા પોલિસમ‍ાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંન્ને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.