હુમલો કરવાનું કામ કેન્દ્રનું છે અન્ય કોણ હોય : રાકેશ ટિકેત
નવીદિલ્હી: કિસાન નેતા રાકેશ ટિકૈતના કાફલા પર ગઇકાલે રાજસ્થાનના અલવર જીલ્લા પર હુમલો થયો કેટલાક લોકાએે તેમની ગાડી રોકી તેમના પર હુમલો કર્યો તેમના પર સ્હાયી ફેંકી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતાં આ હુમલા બાદ રાકેશ ટિકૈતે ભાજપ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના ગુંડાએ તેમના પર હુમલા કર્યા છે આ ઉપરાંત બીકેયુના નેતા રાકેશ ટિકૈતે હુમલા પર વાત કરતા કહ્યું કે આ કેન્દ્રનું કામ છે અન્ય કોણ હોય આ તેમની યુવા શાખા હતી
તે કહી રહ્યાં હતાં રાકેશ ટિકૈત ગો બેંક મને કહેવા દો તેમણે મારા પર પથ્થર ફેંકયા લાકડીઓ ચલાવી તે અમારી સાથે કામ લડી રહ્યાં છે અમે કિસાન છે અમે રાજનીતિક પક્ષ નથી ટિકૈતને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતાં. કાફલા પર હુમલા બાદ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યું કે રાજસ્થાનના અલવર જીલ્લાના તતારપુર ચૌરાહા બાનસુર રોડ પર ભાજપના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો લોકતંત્રની હત્યાની તસવીર.
ટિકૈટના કાફલા પર આ હુમલો તે સમયે થયો જયારે તે અલવરના હરસોરા ગામથી બાનસુર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે તતારપુર ગામની આસપાસ તેમના કાફલા પર હુમલો થયો ટિકૈતે હરસોરામાં એક સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતાં. સભા પુરી થયા બાદ બુંસર માટે નિકળ્યા હતાં ટિકૈતે પોતાના ટ્વીટમં એક વીડિયો પણ શેર કરી છે તેમાં તેમની કારનો પાછળનો હિસ્સાનો કાચ તુટી ગયેલો જાેવા મળી રહ્યો છે વીડિયોમાં કેટલાક રોડ પર સુત્રોચ્ચાર પણ કરતા નજરે પડી રહ્યાં છે.