હુવેઈ ભારતમાં ફ્લિપકાર્ટ પર એક્સક્લૂઝિવ રીતે પ્રીમિયમ, મેટપેડ T8 લોંચ કરશે
નવી દિલ્હી, હુવેઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ ઇન્ડિયાએ તાજેતરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, એકેડેમિયા, પહેલી વાર ટેબ્લેટ ખરીદતા લોકો અને પહેલી વાર નોકરી મેળવતા યુવાનો માટે આકર્ષક અને ઉપયોગી ગેઝેટ લોંચ કર્યું છે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલું આ હુવેઈ મેટપેડ T8 ઉપભોક્તાને પાવર પેક પર્ફોર્મન્સ અને પ્રીમિયમ ખાસિયતો ઓફર કરે છે, એ પણ વાજબી કિંમતે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
ચિક મેટલ બોડી અને અલ્ટ્રા-સિમ ડિઝાઇન ધરાવતું આ ટેબ્લેટ કામ કરવા માટે સુવિધાજનક રીતે બનાવવામાં આવ્યું છે, જે લાઇટવેઇટ અને સ્લીક છે તથા બાળકો અને પુખ્તો માટે એકસરખું ઉપયોગી છે. હુવેઈ મેટપેડ T8 એ 8-ઇંચની ડિસ્પ્લે ધરાવે છે અને કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવા માટે પરફેક્ટ ટેબ્લેટ છે. 5100 mAhની બેટરી સાથે આ ટેબ્લેટ વીડિયો પ્લેબેક અને વેબ બ્રાઉઝિંગ સાથે 12 કલાક સુધી સતત ચાલે છે. અદ્યતન ઓક્ટા-કેર ચિપસેટ 2 GB RAM +32GB મેમરી સાથે આ ડિવાઇઝ એની ઝડપી પ્રોસેસિંગ સ્પીડને કારણે સરળતાપૂર્વક કામ કરે છે.
મજબૂત કામગીરી સાથે આ ટેબ્લેટ EMUI10 સાથે યુઝરને ઝડપી લોંચ અને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના એપ્સ વચ્ચે સ્વિચ થવાની સુવિધા આપે છે તથા વાંચન કરવા માટે વધારે સુવિધાજનક, સંવર્ધિત ડાર્ક મોડ પ્રદાન કરે છે. એટલે વીડિયો કન્ટેન્ટ જોતા હોય, લાંબા સમય સુધી ઓનલાઇન એજ્યુકેશન મેળવવું હોય, વર્ચ્યુઅલી ઓફિસ મીટિંગ્સ કરવી હોય, ટેબ્લેટ પર ફિલ્મો અને ટીવી શો જોવા હોય, અથવા ઇમેલ રીડ કરવા હોય તથા જ્યારે બહાર હોવ, ત્યારે વેબ બ્રાઉઝિંગ કરવું હોય – આ બધી સુવિધાઓ મેળવવા માટે હુવેઈ મેટપેડ T8 કોમ્પેક્ટ અને પર્યાપ્ત પાવરફૂલ છે.
આ પ્રોડક્ટ ભારતમાં ઉપભોક્તાઓ માટે LTE અને વાઇફાઈ એમ બંને વર્ઝનમાં ઉપલબ્ધ થશે, જેની આકર્ષક કિંમત રૂ. 9999થી શરૂ થાય છે, જે મેટપેડ T8ને ભારતમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સૌથી વધુ વાજબી ટેબ્લેટ પૈકીનું એક બનાવે છે. ઉપરાંત 08થી 14 સપ્ટેમ્બર, 2020 સુધી પ્રી-ઓર્ડરના તબક્કા દરમિયાન LTE વર્ઝન રૂ. 9999*ની ડિસ્કાઉન્ટેડ કિંમતે પણ ઉપલબ્ધ છે. પ્રી-ઓર્ડરના સમયગાળા પછી 15 સપ્ટેમ્બર, 2020થી આ ટેબ્લેટ વાઇફાઈ અને LTE વર્ઝન માટે અનુક્રમે રૂ. 9999 અને રૂ. 10,999ની કિંમતે ઉપલબ્ધ થશે. વળી હુવેઈએ અન્ય ડિવાઇઝ પર લાભદાયક ડિલ અને બેંક ઓફર પણ રજૂ કરી છે.
હુવેઈ હેન્ડહેલ્ડ કે ઉપયોગી ઉપકરણના સેગમેન્ટમાં ટેકનોલોજીકલ ઇનોવેશનમાં મોખરે છે. હુવેઈ મેટપેડ T8 સાથે કંપનીએ યુઝરને સંપૂર્ણ વિઝ્યુઅલ અનુભવ પ્રદાન કરવા વધુ એક ટેબ્લેટ આપ્યું છે, ખાસ કરીને બંને સાઇડ પર અલ્ટ્રા-સ્લિમ બેઝેલ્સ સાથે, જેથી બહુ ઓછી સ્પેસનો બગાડ થયો છે, જે યુઝરને આકર્ષે છે.
આ પ્રસંગે હુવેઈ સીબીજી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ ઋષિ કિશોર ગુપ્તાએ કહ્યું હતું કે, “હુવેઈ એક એવી બ્રાન્ડ છે, જે શ્રેષ્ઠ ટેકનોલોજીને સર્વસુલભ બનાવવા સતત ધ્યાન કેન્દ્રિત કરે છે અને સાથે સાથે સ્પર્ધાત્મક દુનિયામાં તમામને સ્પર્ધા કરવા માટે એકસમાન તકો પૂરી પાડે છે. હુવેઈ મેટપેટ T8ના લોંચ સાથે યુઝર્સ મનોરંજન, શિક્ષણ કે અન્ય કોઈ પણ ક્ષેત્ર માટે ઉપકરણ સાથે વિસ્તૃત કામગીરીની અપેક્ષા રાખી શકે છે. ટેબ્લેટ ‘ફેશિયલ અનલોક’ જેવી વિશિષ્ટ ખાસિયતો પણ ધરાવે છે, જે અતિ ઝડપી રિસ્પોન્સ સાથે યુઝર્સને સરળતાપૂર્વક એપ્સ વચ્ચે સ્વિચ થવામાં મદદ કરે છે, જેથી યુઝર સરળતાપૂર્વક ટેક્સ્ટ વાંચી શકે છે. બાળકો પ્રી-ઇન્સ્ટોલ એપ્સ અને વર્ચ્યુઅલ પ્લેગ્રાઉન્ડ સાથે ફીચર ફ્રેન્ડલી ડિવાઇઝ સેટિગ્સની મજા માણી શકશે. આ ડિવાઇઝની વિશિષ્ટ ખાસિયત પોસ્ચર એલર્ટ છે, જે બાળકોની આંખોનું રક્ષણ કરશે, પછી ભલે એ કોઈ પણ પોઝિશનમાં હોય – બેડ પર સૂતાં હોય કે ઊભા હોય કે ઉપકરણ પર ગેમ રમતાં હોય.