હું ન તો ભારત વિરોધી છું,ન તો અમેરિકા વિરોધી: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાનના વડા પ્રધાન પદ પર રહેતા આરોપ લગાવ્યો હતો કે તેમને પદથી હટાવવા માટે વિદેશી ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. આ માટે સીધી રીતે તેમણે અમેરિકાનુ નામ લીધુ હતુ પરંતુ શનિવારે પૂર્વ પીએમ પોતાના આ આરોપથી યુ ટર્ન લેતા જાેવા મળ્યા. પોતાના એક નિવેદનમાં હવે તેમણે કહ્યુ કે તે કોઈ પણ દેશ વિરુદ્ધ નથી.
જ્યારે ઈમરાન ખાન વડા પ્રધાન હતા તો તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ અમેરિકાની સાથે મળીને તેમની સરકારને પાડવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. આના પુરાવા તરીકે તેમણે દેશના નામે સંબોધનમાં એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો પરંતુ કરાચીમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાને કહ્યુ કે તે ભારત, યુરોપ અથવા સંયુક્ત રાજ્ય અમેરિકા સહિત કોઈ પણ દેશ વિરુદ્ધ નથી.
કરાચીના બાગ-એ-જિન્નામાં એક વિશાળ રેલીને સંબોધિત કરતા ઈમરાન ખાનએ કહ્યુ કે તેઓ માત્ર માનવતાની સાથે ઉભા છે. તેમણે કહ્યુ કે હુ દુનિયામાં કોઈ પણ દેશ વિરુદ્ધ નથી. ના હુ ભારત વિરોધી છુ, ના યુરોપ વિરોધી છુ અને ના અમેરિકાના વિરોધમાં છુ. હુ કોઈ એક સમુદાય વિશેષના વિરુદ્ધ નથી હુ માનવતાની સાથે ઉભો છુ.
તાજેતરમાં જ ઇમરાન ખાને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાનને રશિયા વિરુદ્ધ વોટ આપવાનું કહેતા યુરોપિયન યુનિયન પર પ્રહારો કર્યા હતા પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
તેણે પૂછ્યું હતું કે શું તે ઈસ્લામાબાદને પોતાનો ગુલામ માને છે. પાકિસ્તાનના પૂર્વ પીએમએ ઘણી વખત ભારતની આકરી ટીકા કરી છે વિરોધ કર્યો પરંતુ સત્તામાં જતા પહેલા તેઓ ભારતની વિદેશ નીતિના વખાણ કરતા જાેવા મળ્યા.
નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં એક દિવસ પહેલા રાષ્ટ્રના નામે સંબોધનમાં તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યુ કે ભારતીય લોકો સ્વાભિમાની છે અને ભારતની સરકારની વિદેશ નીતિ પોતાના લોકોની ભલાઈ માટે છે.
તેમણે પૂછ્યુ હતુ કે જે રીતે પાકિસ્તાનને આદેશ આપવામાં આવે છે શુ તે વાત ભારતમાંથી કહેવામાં આવી શકે છે પરંતુ હવે પૂર્વ પીએમ તેમના નિવેદનો ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.HS