હૃતિક જે કંઈપણ કરે છે તેમાં ૧૦૦ ટકા આપે છે: રાકેશ
મુંબઈ, બોલિવુડ એક્ટર હૃતિક રોશનનો આજે એટલે કે ૧૦ જાન્યુઆરીએ ૪૮મો બર્થ ડે છે. હૃતિકના જીવનના ખાસ દિવસે તેની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’માંથી તેનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ઉપરાંત હૃતિક પાસે ક્રિશ ૪ સહિતના રસપ્રદ પ્રોજેક્ટ છે.
અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં હૃતિકના પિતા રાકેશ રોશને ક્રિશ ૪ વિશેની મહત્વની અપડેટ આપી છે. ક્રિશ ૪ વિશે વાત કરતાં રાકેશ રોશને કહ્યું, હું મહામારી પૂરી થાય તેની રાહ જાેઈ રહ્યો છું. આ વર્ષે મહામારીનો અંત આવી જશે તેવું લાગે છે. અમે મોટાપાયે ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.
એટલે જ વચ્ચે અટકી જાય તેવું નથી ઈચ્છતા. અત્યારે એમ પણ ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. એટલે હું અત્યારે કૂદી પડવા નથી માગતો. હું સામાન્ય રીતે મારા વીકએન્ડ લોનાવાલામાં વિતાવું છું અને અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે. અહીં પ્રદૂષણ નથી અને શાંતિ છે. ક્રિશ ૪ અંગે વાત કરવાની સાથે રાકેશ રોશને દીકરા હૃતિકને બાળપણને પણ વાગોળ્યું છે. તેમણે કહ્યું, “હૃતિક ૬ વર્ષનો હતો ત્યારે પણ ખૂબ સરસ ડાન્સ કરતો હતો.
સાઈકલિંગ કે બીજી કોઈપણ પ્રવૃત્તિમાં હૃતિક પોતાનું ૧૦૦ ટકા આપતો હતો. તેનામાં આ ગુણ બાળપણથી જ રહેલો છે. હૃતિક ભણવામાં હોંશિયાર હતો અને ટ્યૂશન ગયા વિના પણ તે સારા માર્ક્સ લાવતો હતો. જાેકે, તે શરમાળ બાળક હતો. હૃતિક ૧૦-૧૧ વર્ષનો હતો ત્યારે મારા સસરા (સ્વર્ગસ્થ જે.
ઓમ પ્રકાશ)એ તેને ‘ભગવાન દાદા’ (૧૯૮૬)માં કાસ્ટ કર્યો હતો. મેં તેમને પૂછ્યું હતું કે, ‘તમે શા માટે તેને ફિલ્મમાં લો છો? કેમેરાની સામે તે એક લાઈન પણ નહીં બોલે.’ પરંતુ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે તેણે ખૂબ સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. કેમેરા સામે તે અલગ જ વ્યક્તિ હતો.”SSS