હૃતિક, ટાઇગરે પોર્ટોમાં 2 દિવસ માટે બ્રિજ બંધ કરી દીધો!
હૃતિક રોશન અને ટાઇગર શ્રોફના એકશન મનોરંજનમાં વિશ્વમાં અત્યંત આશ્ચર્યજનક સ્થળે શોટ લેવામાં આવ્યો છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આપણી પેઢીના આ બન્ને સૌથી મોટા એકશન હીરોને લઇને તેમની પર 7 વિવિધ દેશોમાં અને વિશ્વના 15 દેશોમાં અત્યંત ભયાનક ફિલ્માવવામાં આવ્યા છે! પોર્ટો, પોર્ટુગલમાં શુટીંગ કરતી વખતે વોરે મોટી એકશન સિક્વન્સ માટે સૌથી મોટા બ્રિજને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવતા સ્થાનિક અચંબામાં પડી ગયા હતા.!
“અમે અત્યંત તીવ્ર, હાઇ સ્પીડ એકશન સિક્વન્સ હૃતિક અને ટાઇગર વચ્ચે પોર્ટોમાં શૂટ કરી હતી. ભારે ઉત્તેજના જગાડતા આ સીનમાં ટાઇગરે હૃતિકનો પીછો કરવાનો હોય છે અને આ વિસ્તરિત સિક્વન્સ માટે પોર્ટો ખાતે આવેલા મુખ્ય બ્રિજને 2 દિવસ માટે બધ કરી દેવાની જરૂર હતી!સ્થાનિક સત્તાવાળાઓ અત્યંત ટેકારૂપ બન્યા હતા અને અમને આ એડ્રેલાઇન પંપીગ સીન શૂટ કરવા માટે બાકીના તમામ લાયસન્સ મળી ગયા હતા.
જોકે, સ્થાનિક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા! તેમણે તેમના શહેરોને ક્યારેય પણ લોક ડાઉન સ્થિતિમાં જોયુ ન હતું અને તેઓમાં ભારે આતુરતા જન્મી હતી અને કઇ ફિલ્મે તેમના બ્રિજને બંધ કરી દીધો છે તે જોવા માટે આવ્યા હતા. તેમના પ્રતિભાવો અમૂલ્ય હતા કેમ કે હૃતિક અને ટાઇગર જેવા સીન કરતા હતા તે જોઇને તેઓ દંગ રહી ગયા હતા!” એમ સિદ્ધાર્થે જણાવ્યું હતું.
વર્ષના સૌથી મોટા એકશન મનોરંજન તરીકે ખ્યાતિ પામેલ ફિલ્મમાં હૃતિક અને ટાઇગરને એક બીજા સામે ક્રૂરતાથી લડતા બતાવવામાં આવ્યા છે.
જે લોકોને મોટા પાયે જોવું ગમે છે અને સિટને ઝકડીને બેસેલા સિનેમા ચાહકોને એકશન સિનેમા જોવા માગે છે તેમના માટે વોર વિઝ્યૂઅલ સ્પેક્ટેકલ બની રહેશે.
યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ભારે ઉત્તેજનાવાળી ફિલ્મમાં હૃતિક રોશની સામે વાણી કપૂર છે તેવી ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિની રાષ્ટ્રીય રજાના દિવસે રિલીઝ થનાર છે.