હૃતિક રોશન ૧૬ વર્ષ નાની આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે?
મુંબઈ, બોલિવુડનો ગ્રીક ગોડ હૃતિક રોશન આમ તો અવારનવાર મિત્રો કે પરિવાર સાથે રેસ્ટોરાંમાં લંચ કે ડિનર માટે જાેવા મળે છે. પરંતુ શુક્રવારે રાત્રે હૃતિક રોશનનું રેસ્ટોરાંમાંથી નીકળવું ચર્ચામાં આવી ગયું. શુક્રવારે હૃતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જાેવા મળી હતી.
હૃતિક રેસ્ટોરાંમાંથી તેનો હાથ પકડીને બહાર નીકળ્યો હતો. એટલું જ નહીં ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સથી તેને બચાવીને કાર સુધી લઈ ગયો હતો. હૃતિક અને તેની મિસ્ટ્રી ગર્લનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઘણાંની આંખના ભવાં ઊંચા થયા હતા.
ફેન્સ જાેનાર સવાલ કરવા લાગ્યા હતા કે આખરે હૃતિક સાથે દેખાયેલી યુવતી કોણ છે? શું તેની ગર્લફ્રેન્ડ છે? સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હૃતિક સાથે જાેવા મળેલી મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ સબા આઝાદ છે.
તેણે ૨૦૦૮માં આવેલી ફિલ્મ દિલ કબડ્ડી દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૧માં આવેલી ફિલ્મ મુજસે ફ્રેન્ડશીપ કરોગેમાં સબા આઝાદ લીડ રોલમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સાકીબ સલીમ પણ હતો. સબા છેલ્લે ૨૦૨૧માં રિલીઝ થયેલી સીરીઝ ફીલ્સ લાઈક ઈશ્કમાં જાેવા મળી હતી.
એક્ટ્રેસ હોવા ઉપરાંત સબા ઈલેક્ટ્રોનિક મ્યૂઝિક બેન્ડ સાથે પણ જાેડાયેલી છે. આ મ્યૂઝિક બેન્ડમાં સબા ઉપરાંત નસીરુદ્દીન અને રત્ના પાઠક શાહનો દીકરો ઈમાદ શાહ પણ છે. ઈમાદ અને સબા કપલ હોલાની ચર્ચા વર્ષો પહેલા થતી હતી. જાેકે, હવે તેઓ સાથે મળીને ઈલેક્ટ્રિક મ્યૂઝિક બનાવે છે.
૩૨ વર્ષીય સબાની ઈન્સ્ટાગ્રામ પર ખાસ્સી ફેન ફોલોઈંગ છે. સબાના ૧૦૧દ્ભ જેટલા ફોલોઅર્સ છે. હવે સબા ‘રોકેટ બોય્ઝ’ નામની વેબ સીરીઝમાં પણ જાેવા મળશે. આ સીરીઝમાં જિમ સરભ, ઈશ્વાક સિંહ પણ મહત્વના રોલમાં છે. આ પહેલીવાર છે જ્યારે હૃતિક અને સબા જાહેરમાં સાથે જાેવા મળ્યા છે.
સૂત્રોનું માનીએ તો, હૃતિક અને સબા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હૃતિક પોતાની અંગત લાઈફને અંગત રાખવામાં માને છે. જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા હૃતિકના સુઝૈન ખાન સાથે છૂટાછેડા થયા હતા.
ડિવોર્સ બાદ પણ હૃતિક અને સુઝૈન સારા મિત્રો છે અને તેઓ સાથે મળીને તેમના દીકરા રિદાન અને રિહાનનો ઉછેર કરે છે. હૃતિક અને સુઝૈન એકબીજાના પરિવારો સાથે સમય વિતાવતાં પણ જાેવા મળે છે.SSS