Western Times News

Gujarati News

હૃદયને પહોંચાડવા જઇ રહેલું હેલિકોપ્ટર ક્રેશ: સ્વાસ્થ્યકર્મી પડી ગયો છતાં હૃદયને દર્દી સુધી પહોંચાડીને ઝંપ્યો

ન્યૂજર્સી, આવું તો અનેકવાર ફિલ્મોમાં જ થાય છે પણ અસલી જીવનમાં સંભવત: પહેલીવાર થયું છે. લોસ એન્જેલસમાં હેલિકોપ્ટર એમ્બ્યુલન્સથી લવાઈ રહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ પહેલાં જ દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. પણ સ્વાસ્થ્યકર્મીઓ અને ફાયરબ્રિગેડના કર્મીઓની સાવચેતીને લીધે હૃદયને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દી સુધી પહોંચાડી દેવાયું.

ખરેખર હેલિકોપ્ટરે પ્રત્યારોપણ માટે હૃદય સાથે લઈને સેન ડિએગોથી પૂર્વ લોસએન્જેલસ માટે ઉડાન ભરી હતી. બપોરના આશરે 3:15 વાગ્યે હોસ્પિટલની છત પર બનેલા હેલિપેડ પર લેન્ડિંગ પૂર્વે અચાનક તે ફરવા લાગ્યું અને ક્રેશ થઈ ગયું. આઠ સીટર અગસ્ટા વેસ્ટલેન્ડના હેલિકોપ્ટરનો કચ્ચરઘાણ વળી ગયો. સદભાગ્યે પાઈલટને સામાન્ય ઈજા થઇ અને બે સ્વાસ્થ્યકર્મી હેમખેમ બચી ગયા.

તાત્કાલિક પહોંચેલા બચાવકર્મીઓએ હાઈડ્રોલિક ઉપકરણથી હેલિકોપ્ટરને કાપ્યું અને હૃદયવાળા બોક્સને કાઢ્યું જે અંદર સુરક્ષિત હતું. તેમણે બોક્સ એક અન્ય સ્વાસ્થ્યકર્મીને આપ્યું. તે ઓપરેશન થિયેટર તરફ દોડવા માટે ઝડપથી વળ્યો પણ હેલિકોપ્ટરના કાટમાળ સાથે અથડાઈ ગયો. હૃદયવાળું બોક્સ પણ જમીન પર પડી ગયું. સદભાગ્યે હૃદય સુરક્ષિત રહ્યું.

સ્વાસ્થ્યકર્મી ફરી ઓટી તરફ દોડ્યો. તેના પછી હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું. હોસ્પિટલમાં હાજર સ્ટાફે કહ્યું કે દુર્ઘટના થતાં હોસ્પિટલમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે દાન કરાયાના 4થી 6 કલાકમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થઈ જવું જરૂરી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.