હેકર્સે રશિયાની સેન્ટ્રલ બેંકને હેક કરી, ૩૫,૦૦૦ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાની ચેતવણી પણ આપી

મોસ્કો, યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાને હેકર્સે મોટો ઝટકો આપ્યો છે. અનોનિમસ નામના હેકિંગ જૂથના ટિ્વટર એકાઉન્ટે દાવો કર્યો છે કે તેઓએ રશિયાની સેન્ટ્રલ બેંકને હેક કરી છે. આ સાથે તેમણે આગામી ૪૮ કલાકમાં લગભગ ૩૫,૦૦૦ ગુપ્ત દસ્તાવેજાે જાહેર કરવાની ચેતવણી પણ આપી છે.
છેલ્લા એક મહિનાથી રશિયા યુક્રેન સાથે યુદ્ધમાં છે. આ દરમિયાન રશિયન સેનાના ગોળીબારથી યુક્રેનના ઘણા શહેરોને નુકસાન થયું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સમુદાયે રશિયા વિરુદ્ધ ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી છે.
એક મહિના પહેલા રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના થોડા સમય પછી હેકર્સના આ જૂથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ સાયબર યુદ્ધ જાહેર કર્યું. તેમણે તેનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તે જ સમયે ફેબ્રુઆરીના અંતમાં તેમણે ટિ્વટર પર એક વિડિયો મૂક્યો અને કહ્યું, ‘ટૂંક સમયમાં તમે વિશ્વના હેકર્સનો ક્રોધ અનુભવશો.’
હેકર્સ જૂથએ દાવો કર્યો છે કે તેણે તેની ધમકી મુજબ કામ કર્યું છે. અનોનિમસ સાથે જાેડાયેલા હેકર્સે જણાવ્યું હતું કે તેઓએ રશિયન ટીવી નેટવર્કને હેક કર્યું છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં બીબીસી સાથેની મુલાકાતમાં યુક્રેનિયન ઇમારતો પરના હુમલાના ફૂટેજ બતાવવા માટે પ્રોગ્રામિંગને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે.
રશિયન સરકાર દેશના મીડિયા પર ચુસ્ત નિયંત્રણ જાળવી રાખે છે, જ્યારે પુતિને આ મહિનાની શરૂઆતમાં એક કાયદો પસાર કર્યો હતો જે યુક્રેન સંઘર્ષ પર સરકારના સત્તાવાર વલણથી વિપરીત રિપોર્ટિંગને ગેરકાયદેસર બનાવે છે. જ્યારે પશ્ચિમી દેશોએ રશિયાને આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમથી દૂર કરવાના પ્રયાસમાં તેના વિરુદ્ધ પ્રતિબંધો વધાર્યા છે. જ્યારે પુતિને યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારે હેકરોના જૂથે રશિયા પ્રત્યે વધુ કડક વલણ અપનાવ્યું.
તેમણે ટ્વીટ કરીને રશિયા સાથે કામ કરવાનું બંધ ન કરનાર તમામ સંસ્થાઓને ધમકી આપી હતી. ટ્વીટમાં તેમણે કહ્યું, ‘અમે ફરી એકવાર એવી કંપનીઓને બોલાવીએ છીએ જે રશિયામાં કામ કરવાનું ચાલુ રાખે છે. જાે તમને યુક્રેનમાં નિર્દોષ લોકોની હિંસક નરસંહાર માટે ખેદ છે, તો રશિયામાં તમારી પ્રવૃત્તિ તરત જ બંધ કરો. તમારો સમય પૂરો થઈ રહ્યો છે. અમે માફ કરતા નથી. અમે ભૂલતા નથી.’
કંપનીઓના કેટલાક લોકોને પણ ટ્વીટમાં ઉમેરવામાં આવ્યા હતા. જાે કે, ટિ્વટર હેન્ડલે એક પોસ્ટને રીટ્વીટ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાની સેન્ટ્રલ બેંકને હેક કરવામાં આવી હતી અને દસ્તાવેજાેના કેટલાક સ્ક્રીનશૉટ્સ જાેડ્યા હતા.
પરંતુ ટૂંક સમયમાં બેંકના પ્રેસ વિભાગે રશિયન સમાચાર એજન્સીએ જણાવ્યું કે કોઈપણ નિયમનકારી સિસ્ટમ પર સંભવિત હેકિંગ હુમલા વિશેની માહિતી ખોટી છે.HS