Western Times News

Gujarati News

હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું

એક દિવસ અગાઉ ખુલાસો થયો હતો કે, મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત સામે સાયબર યુદ્ધ શરૂ કર્યું છે

ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી ઈલોન મસ્કનું નામ લખી દીધું

અમદાવાદ,હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને પડકાર ફેંકતા ગુજરાત પોલીસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના ટિ્‌વટર એકાઉન્ટ પર ગુજરાત પોલીસના સ્થાને એલન મસ્કનું નામ લખી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રોફાઈલ પિક્ચર્સમાં પણ ઈલોન મસ્કના સ્પેસ એક્સ રોકેટનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો. જાે કે, આ મામલે તરત જ સાયબર પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકાઉન્ટ હેક થવાની પુષ્ટિ કરી હતી અને ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી કોઈ માહિતી કે મેસેજ પર પ્રતિક્રિયા ન આપવા વિનંતી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટિ કરી હતી.

હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરતાં લખ્યું હતું કે, આ તમામ લોકોને જાણ કરવા માટે છે કે, ગુજરાત પોલીસનું ઓફિશિયલ હેન્ડલ (ટિ્‌વટર) હેક થઈ ગયું છે. આગામી નોટિસ સુધી હેન્ડલ પરથી શેર કરવામાં આવતી માહિતી અને મેસેજાે ઉપર કોઈ પ્રતિક્રિયા ન આપવા માટે વિનંતી. હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરીને પ્રોફાઈલમાં પણ થોડા ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોફાઈલમાં ગુજરાત પોલીસના સ્થાને હેકર્સ દ્વારા ઈલોન મસ્કનું નામ લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેકર્સ દ્વારા પ્રોફાઈલ પિક્ચર પણ બદલવામાં આવ્યો હતો. જેમાં પ્રોફાઈલ પિક્ચર્સમાં હેકર્સ દ્વારા ઈલોન મસ્કના સ્પેસ એક્સ રોકેટનો ફોટો મુક્યો હતો.

એટલું જ નહીં, હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરીને અમુક ટ્‌વીટ્‌સ પણ કરવામાં આવી હતી. હેકર્સ દ્વારા ક્રિપ્ટોકરન્સીને લઈને આ ટ્‌વીટ્‌સ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસનું ઓફિશિયલ ટ્ટિટર હેન્ડલ એકાઉન્ટ હેક થતાં જ તેના સ્ક્રીનશોટ ટિ્‌વટર પર શેર થવા લાગ્યા હતા અને લોકોએ ધડાધડ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જાે કે, હેક થયાના ગણતરીના સમયમાં જ ફરીથી એકાઉન્ટ પર ગુજરાત પોલીસનું નામ અને ગુજરાત પોલીસનો ફોટો દેખાઈ આવ્યો હતો. જેને કારણે કદાચ પોલીસ દ્વારા ફરીથી પોતાનું એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

 

ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક થતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તેઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, નૂપુર શર્માના વિવાદ બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ દ્વારા ભારત સામે સાયબર જંગ શરૂ કરી દેવામાં આવી છે અને ભારતની ૨૦૦૦થી વધારે વેબસાઈટ હેક કરી દેવામાં આવી છે. તેના એક દિવસ બાદ જ હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું ટ્ટિવટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવતાં હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.