હેટ સ્પીચ મામલે અભિનેતા મિથુન ચક્રવર્તીની પુછપરછ કરાઇ

કોલકતા: ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની આજથી તેમના જન્મ દિવસથી જ માનિકતલા પોલીસે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી છે. તેમની સવારે ૧૦ વાગ્યાથી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે અને પોલીસ નિવેદન નોંધી રહી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીમાં મિથુને પોતાની ફિલ્મનો ડાયલોગ કહ્યો હતો કે, ‘મારુંગા યહાં ઔર લાશ ગિરેગી સ્મશાન મે’. આ વિવાદિત ભાષણના સંદર્ભમાં મિથુન સામે માનિકતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફઆઇઆર રદ કરવાની માંગણી માટે મિથુને હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જાેકે તેના વળતા જવાબમાં હાઈકોર્ટે તપાસ અધિકારીને મિથુનની વર્ચ્યુઅલી પૂછપરછ કરવાનો આદેશ આપ્યો છે.
કોલકાતા પોલીસે જસ્ટીસ તીર્થકર ધોષની બેન્ચના આદેશ પછી મિથુન ચક્રવર્તીની આજે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા ચાલેલી આ પૂછપરછ લગભગ એક કલાક સુધી ચાલી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ પાર્ટી તરફથી ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા કે તે માટે તેમણે પૈસા લીધા હતા? જવાબમાં મિથુને કહ્યું હતું કે, તેણે ચૂંટણી પ્રચારના બદલામાં પૈસા નહતા લીધા. તે બીજેપીની વિચારધારાથી પ્રભાવિત છે. તેમને એવું લાગ્યું હતું કે, આ ડાયલોગ લોકોમાં બહુ પ્રચિલત છે તેથી તેઓ આ ડાયલોગ બોલ્યા હતા.
મિથુન ચક્રવર્તીએ રેલીમાં આ ડાયલોગનો ઉપયોગ કરતાં ટીએમસીના યુવા કોંગ્રેસ નેતાએ કોલકાતાના માનિકતલા પોલીસ સ્ટેશન ઉશકેરણીજનક ભાષણ આપવાના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ૭ માર્ચે બીજેપીમાં સામેલ થયા પછી યોજવામાં આવેલી રેલીમાં ચક્રવર્તીએ કહ્યું હતું કે મારીશ અહીંને લાશ શમ્સાનમાં પડશે તેમ કહ્યું હતું તે પછી તેમણે ડાયલોગ કહ્યો હતો. જેનો અર્થ થાય છે કે, સાપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો. મિથુનના આ ડાયલોગ પછી રાજ્યમાં ચૂંટણી પછી હિંસા ફેલાઈ હતી.
મિથુન ચક્રવર્તીએ તેના સામે થયેલી એફઆઇઆર સામે હાઈકોર્ટમાં અરજી કરીને ફરિયાદ કરી હતી કે આ તેમની ફિલ્મનો ડાયલોગ છે. તેમનો હેતુ લોકોને ઉશકેરવાનો નહતો. તેમણે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, આ મામલે પૂછપરછ થવી જાેઈએ અને આજથી તેમની વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ થવી જાેઈએ.