હેડિંગ્લેમાં ફ્લોપ શોને પગલે રોહિત-કોહલી પર ઇજમામ ઉલ હક ભડક્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Hadingley-1024x576.jpg)
મુંબઇ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ૫ મેચની ટેસ્ટ સિરીઝના ત્રીજા મેચમાં જેવી રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં ડિફેંસિવ અપ્રોચ સાથે બેટિંગ કરી તેને જાેતાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંજમામ ઉલ હક નાખુસ થયા છે અને આ બાબતને લઈ તેમણે બંને ખેલાડીઓની ટીકા પણ કરી છે. હેડિંગ્લેમાં રમાઈ રહેલ આ મેચના પહેલા દિવસે ભારતીય ટીમના બે બેટ્સમેન જેવી રીતે સારી શરૂઆત બાદ પોતાની વિકેટ ગુમાવી બેઠા તેને લઈ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ નિરાશા જતાવી છે.
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો કર્યો હતો, અને આખી ભારતીય ટીમ માત્ર ૭૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. હકે ભારતીય ટીમની બેટિંગમાં ખરાબ પ્રદર્શન મુદ્દે મંતવ્ય આપતા કહ્યું કે વિરાટ સેનાના ખેલાડીઓ રન બનાવવામાં માત્ર એક જ કારણે નિષ્ફળ રહ્યા કે તેઓ ઈંગ્લેન્ડના બોલર પણ દબાણ ના બનાવી શક્યા. ઈંજમામનું માનવું છે કે જાે કોઈ બેટ્સમેન એક મેચમાં ૨૫થી ૩૦ બોલ રમી ગયો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત.
પોતાના યૂટ્યૂબ ચેનલ પર વાત કરતાં તેમણે કહ્યું કે, હેડિંગ્લેમાં ભારતીય બેટ્સમેન એકવાર પણ ઈંગ્લેન્ડના બોલર પર દબાવ ના બનાવી શક્યા. એક ક્રિકેટર તરીકે પિચની પ્રકૃતિ ગમે તેવી હોય ત્યાં બોલ કાં તો સ્પિન કરશે અથવા તો સ્પિંગ અને જાે તમે ૨૫-૩૦ બોલ ત્યાં રમી લો તો પરિસ્થિતિ તમારી અનુકૂળ થઈ જવી જાેઈએ અને બેટ તે મુજબ ચાલવો જાેઈએ.
પૂર્વ કેપ્ટને આગળ વાત કરતા કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઈનિંગનું ઉદાહરણ આપતા પોતાની વાત સાબિત કરી. તેમણે કહ્યું કે, અમુક સમય વિતાવ્યા બાદ તમારે મોકા બનાવવાના હોય છે, જેમ કે રોહિત શર્માની વાત કરીએ તો તેમણે ૧૦૫ બોલ ખાધી, તમે ૧૦૫ બોલ રમ્યા બાદ તમે સેટ નથી તેમ કહી ના શકો, તમારે પહેલાં જવાબદારી લેવી પડશે અને પછી જઈ તમે તમારો શોટ રમી શકો છો. જ્યારે વિરાટ કોહલીએ પણ ૧૭ બોલનો સામનો કર્યો પરંતુ તે બાદ તેમણે શું કર્યું. તેમણે માત્ર ૭ રન જ બનાવ્યા.HS