સતત દોડતું શહેર જનતા કરફ્યુ પગલે થંભ્યુ
પ્રધાનમત્રી મોદી દ્વારા આજે રવીવારે એક દિવસ માટે જનતા કરફ્યુનું આહ્વાન કરતાં સતત દોડતું આ શહેર જાણે અચાનક થંભી ગયું હતું. (તસવીરો સારથી સાગર)
રવિવારે ચાલુ રહેતા ગુજરી બજાર, જમાલપુર, લાલ દરવાજા, ભદ્ર, રિલીફ રોડ, કાલુપુર, ચોખા બજાર મિરઝાપુર , દિલ્હી દરવાજા અને માધુપુરા જેવા ધમધમતાં બજારો પણ ભેંકાર બન્યા હતા. જ્યારે અંજલિ , પાલડી , આશ્રમ રોડ, વીએસ જેવાં વિસ્તારો પણ સૂનકાર દેખાઈ રહ્યા હતા.
એક તરફ દેશના કરોડો લોકોએ સ્વ
યંભૂ બંધનું પાલન કર્યું હતું.
બીજી તરફ કેટલાય તત્વો એવા પણ હતા કે જેમને બંધ સાથે કોઈ લેવા દેવા જ ન હોય એ રીતે રોડ પર નીકળી પડેલા જણાતા હતાં. ટ્રાફિક ના નિયમોનો સરેઆમ ભંગ કરીને ક્યાંક ક્યાંક વાહન ચાલકો ત્રણ કે ચાર સવારીમાં નજરે પડતા હતા.
પોલીસ પણ આ સમયમાં ખડેપગે જોવા મળી હતી. શહેર માં રિવરફ્રન્ટ પૂર્વમાં મહિલા પી આઇ જી એચ પઠાણ પોતે સડક પર આવી સ્થિતિ સંભાળી રહ્યા હતા. જ્યારે સોરઠીયા વાડી સર્કલ પર હાજર ડીસીપી ઝોન ૧ રવિમોહન સૈની એ રિક્ષાના અભાવે બીમાર પત્નીને ટિફિન આપવા જતા યુવાન અને તેના દીકરીને સરકારી ગાડીમાં બેસાડીને મોકલતાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સરેરાશ બજારો અને દુકાનો બંધ હોવાને કારણે શહેરમાં અજીબ પ્રકારની શાંતિ જોવા મળતી હતી.