ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા રદ
અમદાવાદ, રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારથી સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો યોજી ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનાં પેપર ફુટી જવાનાં મુદ્દે સઘન ચર્ચા કરી હતી.
આ બેઠકમાં પરીક્ષા રદ કરવી કે નહીં તે મુદ્દે વિસ્તૃતથી ચર્ચા કર્યા બાદ આખરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખી લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવે છે.
અને માર્ચ મહિનામાં પરીક્ષા પુનઃ લેવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ સમગ્ર કાંડના મુખ્ય આરોપી ગણાતાં જયેશ પટેલને આજે રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સાથે અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર આ સમગ્ર કેસ ફાસ્ટટેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
અત્યાર સુધીમાં ૩૦ લાખ જેટલી રકમ કબ્જે કરવામાં આવી છે. જાેકે, હજુ પણ આ કાંડમાં અનેક લોકોની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ તમામની ધરપકડ કરવામાં આવશે.