હેન્ડલ કે લિફ્ટના બટન સ્પર્શ કરવાથી કોરોના નથી ફેલાતો
કેલિફોર્નિયા, કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોને માસ્ક અને હાથમાં મોજા પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યાં સુધી કે ઘરના દરવાજાના હેન્ડલ અને લિફ્ટના બટનને સ્પર્શ કરતી વખતે પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે કોરોના મહામારીના આ ડરની વચ્ચે વૈજ્ઞાનિકોએ રાહત આપનારા સમાચાર આપ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા એક રિચર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી સપાટીને સ્પર્શ કરવાનથી હવે નથી ફેલાતો. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ફેલાવાના મુદ્દો હકિકતમાં ખતમ થઈ ગયા છે.
રિસર્ચ મુજબ સપાટી પર કોઈ પણ વાયરસમાં એટલો દમ નથી હોતો કે તે મનુષ્યને બીમાર કરી શકે. આ રિસર્ચમાં સામેલ પ્રોફેસર મોનિકા ગાંધીએ જણાવ્યું કે, કોરોનાના પ્રસારને રોકવા માટે હાથ ધોવા અને પોતાના ચહેરાને સ્પર્શ ન કરવો એ વધુ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને માસ્ક પહેરવાની આદત પાડવી. મોનિકા ગાંધીએ વધુમાં કહ્યું કે અમારા રિસર્ચ બાદ સમગ્ર દુનિયામાં સપાટી પર સતત બેક્ટેરિયા વિરોધી સ્પ્રેના છંટકાવની જરૂરિયાત નહીં રહે.
નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને ખતમ કરવા માટે સમગ્ર દુનિયામાં આવા પ્રકારના સ્પ્રેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે જરૂરી નથી લાગતો. યૂએસ સાયન્સ વેબસાઇટ નઉટિલુસ સાથે વાત કરતાં પ્રોફેસર મોનિકાએ કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને લઈને દુનિયાભરમાં અનેક પ્રકારની વાતો ચાલી રહી છે.
અમે રિસર્ચમાં જાણ્યું કે કોરોના વાયરસના પ્રસારનું મુખ્ય કારણ કોઈ જગ્યાએ સ્પર્શ કે આંખોને સ્પર્શ કરવાનું નથી. અમે એ કહી શકીએ કે કોરોના વાયરસ એક મનુષ્યની બીજા મનુષ્યને થાય છે. મોનિકા ગાંધીએ કહ્યું કે, એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જ તેનો એકમાત્ર ઉપાય છે. તેઓએ કહ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ એવા મનુષ્યોથી ફેલાય છે જે કોરોના વાયરસથી પીડિત છે અને તેમનું નાક વહી રહ્યું છે કે તેમને ઉલટી આવી રહી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
દુનિયામાં અત્યાર સુધી ૩,૫૩,૧૬,૦૩૮ લોકો કોરોના સંક્રમિત – આવી રીતે સાયન્સ પત્રિકા લાંસેટમાં પણ એક રિપોર્ટ પ્રકાશિત થયો છે, જે મુજબ સપાટી પર જો કોરોના વાયરસનું સંક્રમણ મળે છે તો તેનો ખતરો ખૂબ જ ઓછો હોય છે. નોંધનીય છે કે દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ૩ કરોડ ૫૩ લાખ ૧૬ હજાર ૩૮ થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે તેમાં ૨ કરોડ ૬૨ લાખ ૮૫ હજાર ૩૫૬ લોકો સાજા થઈ ચૂક્યા છે. હજુ ૭૯ લાખ ૯૦ હજાર ૩૦૯ દર્દીની સારવાર ચાલી રહી છે.