Western Times News

Gujarati News

હેમંત બિસ્વાના પત્નીએ મનીષ સિસોદિયા સામે ૧૦૦ કરોડનો માનહાનીનો કેસ કર્યો

ગૌહાટી, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુયાન સરમાએ મંગળવારે દિલ્હીના ડેપ્યુટી સીએમમનિષ સિસોદિયા વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો નાગરિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ ૪ જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી ફેલાઈ રહી હતી તે સમયે આસામ સરકારના મુખ્યમંત્રીની પત્નીની કંપની અને પુત્રના બિઝનેસ પાર્ટનરને બજાર દરથી ઉપર પીપીઈકીટ (પીપીઈકીટ) આપૂર્તિ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

રિંકી ભુયાન સરમાએ વકીલ પદ્મઘર નાયકે કહ્યું કે, તેઓ ઉમ્મીદ કરી રહ્યા છે કે, બુધવારે આ મામલો લિસ્ટ કરવામાં આવશે અને તેઓ આ મામલે આગળ વધશે.
હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે, તેઓ આપનેતાના આરોપો બાદ સિસોદિયા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

તેમની સ્પષ્ટતામાં આસામના સીએમએ કહ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશ ૧૦૦થી વધુ વર્ષોમાં સૌથી ખરાબ મહામારીનો સામનો કરી રહ્યો હતો ત્યારે આસામ પાસે ભાગ્યે જ કોઈ પીપીઈકીટ હતી. મારી પત્નીએ આગળ આવવાની હિંમત કરી અને લગભગ ૧,૫૦૦ પીપીઈકીટ મફતમાં દાન કરી. સરકારે જીવ બચાવવાની કિંમત ચૂકવવી પડી. તેણે એક પણ પૈસો લીધો નથી.

પીપીઈકીટની આપૂર્તિમાં અનિયમિતતાના આરોપો પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા સરમાએ કહ્યું કે, પીપીઈકીટ સરકારને ભેટમાં આપવામાં આવી છે અને તેમની પત્નીની કંપનીએ તેમના માટે કોઈ બિલ નથી ફાડ્યું. સિસોદિયાએ એનએચએમ-આસામ મિશનના નિર્દેશક એસ લક્ષ્મણનના જેસીબી ઈન્ડસ્ટ્રીઝને સંબોધિત એક બિલને ટેગ કરતા એક ટ્‌વીટ કર્યું હતું.

તેમણે લખ્યું કે, માનનીય મુખ્યમંત્રી ! આ રહ્યો તમારી પત્નીનો જેસીબી ઈન્ડસ્ટ્રીઝના નામે ૫૦૦૦ કીટ પ્રતિ કીટ ૯૯૦ રૂપિયામાં ખરીદવાનો કોન્ટ્રાક્ટ… મને કહો, શું આ પેપર ખોટું છે? એક આપવા માટે ભ્રષ્ટાચાર નથી? આરોગ્ય મંત્રી તરીકે તમારી પત્નીની કંપનીને ટેન્ડર પરચેઝ ઓર્ડર?SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.