હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રોજગાર ભરતીમેળો કાર્યક્રમ યોજાયો
ઔધોગિક તેમજ આનુસંગિકક્ષેત્રોના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં રોજગારીનું નિમાર્ણ થયું છે
મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર
માહિતી બ્યુરો, પાટણ, પાટણ રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર પાટણ, અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ, દ્રારા આયોજીત જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યસ્થાને યોજાયો હતો. સાથે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારીની તકો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ બને તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રોજગાર ભરતીમેળાના આયોજન થકી દેશમાં રોજગારી આપવામાં ગુજરાત રાજય પ્રથમ ક્રમે રહયું છે.
દેશમાં ૮૬ ટકા રોજગારી માત્ર ગુજરાત પુરી પાડે છે. ગુજરાતમાં ઔધોગિક તેમજ આનુસંગિકક્ષેત્રોના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં રોજગારીનું નિમાર્ણ થયું છે. રાજય સરકાર દ્રારા નોકરીદાતા અને રોજગાર ઇચ્છુક ઉમેદવારોને એક મંચ પર એકત્રિત કરીને નોકરીદાતાઓને માનવબળ તથા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી દરેક તાલુકા મથકે આઇટીઆઇ ચાલુ કરી યુવા વર્ગને આધુનિક લેટેસ્ટ ટેકનોલોજી મશીનો દ્રારા ટેકનીકલ શિક્ષણ પુરૂં પાડવામાં આવી રહયું છે. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ તાલીમ સાથે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
પાટણ જિલ્લામાં વધુમાં વધુ યુવાધનને પ્લેસમેન્ટ મળી રહે અને રાજય તથા દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સરક્ષણ ભરતીમેળામાં ગુજરાતના ૧૩૧૨ યુવાનોને એક માસની તાલીમ આપી હતી. જેમાથી પાટણ જિલ્લાના કુલ ૩૯ નવયુવાનો પસંદગી પામેલ. રાજય સરકાર ગુજરાતમાં વધુમાં વધુ ઉધોગો સ્થપાય અને રોજગારી તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ બને અને બેરોજગારીમાં વધુમાં વધુમાં ધટાડો થાય તેવા પ્રકાર કામગીરી કરી રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્રારા યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ બને તે પ્રકારના નકકર આયોજન કરી રહી છે. પાટણ ખાતે ૫૫૧ યુવાનોને રોજગારી ઉપલબ્ધ બનશે. બદલાતા સમયમાં મહેનત, સર્ધષ અને સ્ક્રીલથી આગળ વધી શકાય છે. કોઇપણ કામ નાનું હોતું નથી જીવનમાં આવેલ તકને ગુમાવતા નહી, કોમ્પીટીશનનો જમાનો છે. નાની નોકરીમાં પણ અનુભવ થતો હોય તે આગળ વધવાની સીડી છે. જીવન એક સંર્ધષ છે.
પ્રયત્નો થકી આગળ વધી શકાય છે. રોજગાર લેવા જઇ રહયા છીએ તૈયારીઓ સાથે ઇન્ટરીયું આપો સફર થશો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખે જણાવ્યું હતું કે આપનો રોજગારીનો હેતુ સિધ્ધ થાય આપના જીવનમાં સોનેરી કિરણોનો પ્રકાશ પથરાય તેવી શુભકામના પાઠવી હતી. સરકાર સ્કીલ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. કોઇપણ ક્ષેત્રમાં સ્કીલ હોવી જરુરી છે. રોજગારી નો લાભ મળેતો મેળવી લેવો જોઇએ બીજી નોકરી માટે અનુભવ ઉપયોગી બની રહેશે.
આ રોજગાર ભરતી મેળામાં ૧ થી ૧૫ પ્રાઇવેટ કંપનીઓમાં કુલ ૫૫૨ ખાલી જગ્યાઓમાં ઉમેદવારોને રોજગારી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રોજગાર નિયામકશ્રી દર્શીનીબેન આચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. રોજગાર ભરતી મેળા અંગેની રૂપરેખા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં સંગઠનના જિલ્લા પ્રમુખ મહોનભાઇ પટેલ, ડી.આર.ડી.એ.નિયામકશ્રી મુકેશ પરમાર, જિલ્લા રોજગાર અધિકારી સી.બી.ચૌધરી, અધિકારીગણ, કર્મચારીગણ, કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.