હેમા માલિની જે ફોટોને વર્ષોથી શોધી રહી હતી તે હવે મળ્યો
મુંબઈ: બોલિવૂડની ડ્રીમગર્લ હેમા માલિનીએ પોતાની એક તસવીર શેર કરી જેને તે ઘણાં વર્ષોથી શોધી રહી હતી. હેમા માલિનીએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી અને લખ્યું હું ઘણા વર્ષોથી આ ફોટો શોધી રહી હતી. આ ફોટોશૂટ મેં તમિળ મેગેઝિન માટે કરાવ્યું. (નામ બિલકુલ યાદ નથી) પણ મને એટલું યાદ છે કે આ શૂટ એવીએમ સ્ટુડિયોમાં કરવામાં આવ્યો હતો. આ ફોટોશૂટ મારી હિન્દી ડેબ્યૂ રાજ કપૂરની ફિલ્મ ‘સપના કા સૌદાગર’ નું છે.
આ ફોટોશૂટ દરમિયાન, હું ફક્ત ૧૪ કે ૧૫ વર્ષની હોઈશ. તેણે કહ્યું, ‘હું આ ફોટોને મારી બાયોગ્રાફી બિયોન્ડ ડ્રીમગર્લમાં ઉમેરવા માંગતી હતી જ્યારે લેખક રામ કમલ મુખર્જી તે લખી રહ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે તે સમયે મને આ ફોટો મળી શક્યો નહીં. મને આનંદ છે કે આખરે તે મને મળી, અને હવે હું તમારી સાથે શેર કરું છું. હેમા માલિનીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૬૮ માં આવેલી ફિલ્મ ‘સપનો કે સૌદાગર’ થી કરી હતી. આ ફિલ્મમાં તેમનો હીરો રાજ કપૂર હતા.
તેમણે જોની મેરા નામ, સીતા ઓર ગીતા, ડ્રીમ ગર્લ, શોલે અને બાગબાન જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય સાથે એક ખાસ ઓળખ બનાવી છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી હેમાએ છેલ્લા ૪ દાયકામાં ૧૫૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હેમા માલિની શરૂઆતથી જ તેના ક્લાસિકલ ડાન્સને કારણે હેડલાઇન્સમાં રહી છે. હેમાની બંને પુત્રીઓ ઇશા અને અહના દેઓલ ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે. અને બંને તેની માતા સાથે સ્ટેજ શો પણ કરે છે.