હેરાતમાં બોંબ વિસ્ફોટ થતાં આઠના મોત,૪૭ને ઇજા
હેરાત: અફગાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં એક કાર બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત નિપજયા છે જયારે ૪૭ અન્ય લોકોને ઇજા થઇ છે પ્રાંતના હોસ્પિટલના પ્રવકતા રફીક શેરજઇએ કહ્યું કે ઇજા પામેલાઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે જેથી મૃતકોની સંખ્યા વધી શકે છે આ વિસ્ફોટમાં ૧૪ ઘરને પણ નુકસાન થયું છે.
અફગાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવકતા તારિક અરિયાને કહ્યું કે મૃતકોમાં એક બાળકી પણ સામેલ છે જે હુમલામાં અફગાન સુરક્ષા દળા ૧૧ કર્મીને પણ ઇજા થઇ છે આ વિસ્ફોટની અત્યાર સુધી કોઇ સંગઠને જવાબદારી લીધી નથી વિસ્ફોટના કેટલાક કલાક બાદ જ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ન્યુયોર્કમાં એક યાજી જારી કરી વિસ્ફોટની ટીકા કરી અને કહ્યું કે અફધાનિસ્તાન સરકાર અને તાલિબાનની વચ્ચે કતરમાં બીજીવાર વાતીચ શરૂ થવા છતાં
ત્યાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા ખતરાની ઘંટડી છે. પરિષદે કહ્યું કે આ જધન્ય હુમલા પ્રશાસનિક અને ન્યાય સેવા મીડિયા આરોગ્ય સેવામાં કાર્યકર્તાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવી કરવામાં આવી રહ્યાં છે જે મહત્વપૂર્ણ પદ પર કાબેલ મહિલાઓ પણ સામેલ છે અને તે લોકો પણ સામેલ છે જે માનવાધિકારો જાતીય અને ધાર્મિક લધુમતિઓની રક્ષા કરે છે.