Western Times News

Gujarati News

હેરી ટેક્ટરને કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટ ભેટમાં આપ્યું

નવી દિલ્હી, વરસાદગ્રસ્ત પ્રથમ ટી૨૦માં આયર્લેન્ડની હાર થઈ હોવા છતાં હેરી ટેક્ટરે ૩૩ બોલમાં ૬૪ રન ફટકારીને ભારતીય બોલરોનો સારી રીતે સામનો કર્યો હતો.
એક સમયે આયર્લેન્ડની ૩૪ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. ટેક્ટરની વિસ્ફોટક ઇનિંગના કારણે ટીમ નિર્ધારિત ૧૨ ઓવરમાં ચાર વિકેટે ૧૦૮ રન બનાવી શકી હતી.

ચોથા નંબરે આવેલા ટેક્ટરે ૧૯૩.૯૩ના સ્ટ્રાઈક રેટથી ૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ ખુદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા પણ તેનાથી પ્રભાવિત થયો હતો.
આઈપીએલ ચેમ્પિયન કેપ્ટન હાર્દિકે ટેક્ટરના વખાણ કર્યા. હાર્દિકે કહ્યું, તેણે કેટલાક શાનદાર શોટ્‌સ રમ્યા છે, અને દેખીતી રીતે તે ૨૨ વર્ષનો છે, મેં તેને બેટ પણ આપ્યું છે, તેથી કદાચ તે થોડી વધુ સિક્સર ફટકારી શકે અને કદાચ આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવી શકે.

તેને મારી શુભકામનાઓ. તેણે ફક્ત પોતાનું ધ્યાન રાખવાનું છે. તેને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. જાે તે પોતાની જાતને પ્રેરિત રાખશે તો મને ખાતરી છે કે તે માત્ર આઈપીએલજ નહીં પરંતુ વિશ્વની દરેક લીગ રમશે.
ઉમરાન મલિક ક્યારેય ડેબ્યૂ મેચ ભૂલી નહીં શકે, ટીમ ઈન્ડિયામાં આવતા જ આઈપીએલ સ્ટારની જાેરદાર ધૂલાઈ થઈ.

આયર્લેન્ડના કેપ્ટન એન્ડી બલબિર્નીએ પણ ટેક્ટરની પ્રશંસા કરી હતી. હાર બાદ તેણે કહ્યું, અમને સારું લાગ્યું. આ એક સારી ટીમ છે. અમે માત્ર સારી શરૂઆત કરવા માગતા હતા, ટ્રેક્ટર સાથે પણ એવું જ થયું, પરંતુ આ વખતે અમારી બોલિંગ થોડી રફ થઈ ગઈ. વિકેટ સારી હતી, અમે આગામી મેચમાં કમબેક કરવાનો પ્રયાસ કરીશું.
ટેક્ટરે દરેક બોલરને પરેશાન કર્યા છે.

અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકને એક-એક સિક્સ ફટકારી હતી. તે યુઝવેન્દ્ર ચહલને સાવધાનીથી રમતો રહ્યો. છેલ્લી ચાર ઇનિંગ્સમાં તેના બેટમાંથી રન ઢગલો આવ્યા હતા. જેમાં ૨૪* રન, ૧૫ બોલમાં જર્મની વિરુદ્ધ, ૩૫ રન, ૧૫ બોલમાં ઓમાન, ૫૦ રન, યુએઈ વિરુદ્ધ ૧૫ બોલમાં, ૬૪* રન, ૩૩ બોલમાં ભારત વિરુધ્ધનો સમાવેશ થયા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.