હેર ટ્રાન્સપ્લાન્ટેશનઃ સાવધાની જરૂરી
વાળ ખરી પડવાની પ્રક્રિયાથી દુનિયાના મોટાભાગના પુરૂષો પરેશાન થયેલા છે. જંગી રકમ પણ વાળ ન ખરી પડે અથવા તો વાળ ખરી પડ્યા બાદ વાળ માટે કરે છે. પુરૂષોમાં વાળ ખરી પડવાની બાબત વધારે જાેવા મળે છે. સારવાર માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને અપનાવે છે.
પરંતુ આની સાથે જાેડાયેલી સાવચેતી તેમની પાસે નહી હોવાના કારણે આવા લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં જ આવા કેટલાક મામલા સપાટી પર આવી ચુકયા છે. આ પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિનુ તો મોત પણ થઈ ગયુ હતું. હેર ટ્રાન્સપ્લાન્ટ અને તેની સાથે જાેડાયેલી સાવધાની પર અમે આજે વાત કરી રહ્યા છીએ.
વાળના સ્વાસ્થ માટે વિટામિન, બાયોટિન અને મિનરલ યુક્ત ભોજન ઉપયોગી સાબિત થાય છે. બદામ, મગફળી ઉપયોગી સાબિત થાય છે. વધારે પડતા ટેન્શન, સતત કેમિકલયુક્ત પેદાશોના ઉપયોગ અને વારંવાર શેમ્પુ અને અન્ય પેદાશોના બદલવાના કારણે આ તકલીફ થાય છે. હોર્મોનલ ફેરફાર પણ અસર કરે છે.
સમય કરતા પહેલા અથવા તો ચોક્કસ વય બાદ હાર્મોનમાં ફેરફાર થાય છે. મહિલાઓમાં તાઈરોઈડ હાર્મોન, લોહીની કમી અને પીસીઓડીની સમસ્યાથી વાળ ખરી પડે છે. પુરૂષોમાં જાેવા મળનાર ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ડિહાઈડ્રોસ્ટોસ્ટેરોનમાં ફેરવાઈ જાય છે ત્યારે માથાના આગળના વાળ ખરી પડે છે.
બે ટેકનિક મારફતે હેર ટ્રાન્સપ્લાન્ટની વિધી કરવામાં આવી છે. ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશનની એક પ્રક્રિયા છે. જેમાં માથાના પાછળના હિસ્સાથી બે સેન્ટીમીટર પહોળા કદમાં ચામડી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી વાળને અલગ કરીને માથાના આગળના હિસ્સા પર મેડિકેટેડ મારફતે વાળ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
એ ગાળા દરમિયાન જે જગ્યાએ ચામડી લેવામાં આવે છે ત્યા ટાંકા લગાવી દેવામાં આવ ેછે. ત્યારબાદ નિશાન દેખાતા નથી. અન્ય એક ટેકનિક ફોલિકયુલર યુનિટ એકસટ્રેકશન છે. જેના ભાગરૂપે એક ખાસ પ્રકારની મશીનથી માથાના પાછળના હિસ્સાથી એક એક વાળ કાઢીને માથાના આગળના હિસ્સામાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
સર્જરી કરવામાં આવ્યા બાદ આગામી ૭ થી ૧૦ દિવસ સુધી વાળને સ્પર્શ કરી શકાય નહી. આ ગાળા દરમિયાન બે ત્રણ દિવસ માટે પ્રભાવી જગ્યાએ પટ્ટી કરવામાં આવે છે. સાથે સાથે હેલમેટ અને ટોપી ન પહેરવા માટે કહેવામાં આવે છે. દર્દીને ચાર પાંચ દિવસ સુધી એન્ટીબાયોટિક અને પેઈન કીલર આપવામાં આવે છે.
જેથી પીડા થતી નથી. આનાથી ઈન્ફેકશનની શક્યતા ઘટી જાય છે. સમયમાં ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, હાર્મોનને લઈને અસમતુલા અને અયોગ્ય સારસંભાળના પરિણામ સ્વરૂપે ઘણી બધી સમસ્યાઓની સાથે સાથે માથાના વાળ ખરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.