હેર સ્ટાઈલિસ્ટ બની દીપિકા પાદુકોણ

મુંબઈ: રણવીર સિંઘનાં લાંબા વાળ માટે તેની પત્ની દીપિકા પાદુકોણ હેરસ્ટાઇલિસ્ટ બની છે. તેણે તેનાં આ લાંબા વાળ કાપવાની જગ્યાએ તેને નવો લૂક આપ્યો છે.
કોરોના વાયરસને કારણે બોલિવૂડ એક્ટર રણવીર સિંઘ અને તેની પત્ની દીપિકા પાદુકોણ ઘરમાં જ હતાં. બંને ઘર પર સારો એવો ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે. રણવીર અને દીપિકા બંને સોશિયલ મીડિયા પર હમેશાં એક્ટિવ રહે છે. બંને કલાકાર તેમનાં ફેન્સ માટે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. જેને તેમનાં ચાહકો પણ પસંદ કરે છે.
હાલમાં જ રણવીર સિંગ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ઉંચી પોની ટેલમાં નજર આવે છે. તેનાં વાળ ઘણાં જ લાંબા થઇ ગયા છે. જે માટે તેની પત્ની દીપિકા તેની હેર સ્ટાઇલિસ્ટ બની છે. તેણે આ લાંબા વાળને કાપવાની જગ્યાએ તેને નવો લૂક આપ્યો છે.
રણવીરે તેનાં આ લૂકની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અને સમુરાઈ લૂકની ચોટી સાથે તે નજર આવે છે. પોસ્ટ શેર કરતાં રણવીરે લખ્યુ છે. હેર સ્ટાઇલ બાય દીપિકા પાદુકોણ.
દીપિકાને તેનાં નવાં લૂકની ક્રેડિટ આપતાં રણવીર લખે છે, મને મારો આ લૂક ખુબજ ગમ્યો છે આપને મારો લૂક કેવો લાગ્યો ? ફેન્સને પણ રણવીરની આ સ્ટાઇલ ખૂબ જ ગમી છે વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંઘ ટૂંક સમયમાં કપિલની બાયોપિક ‘૮૩’માં નજર આવશે.