હેલિકોપ્ટર ક્રેશઃ દ્રશ્ય નજરે જોનાર વ્યક્તિ આઘાતમાં,મેં માણસને જીવતો સળગતો જાેયો

નવીદિલ્હી, તામિલનાડુના કુન્નુરમાં થયેેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે. ઘટનાથી દેશ આખાને આઘાત લાગ્યો છે. આ અકસ્માતને નજરે જાેનારાએ આપવીતી વર્ણવી છે, જે ઘણી જ દર્દનાક છે. ૬૮ વર્ષના કૃષ્ણસ્વામીઆએ જણાવ્યુ કે, ‘મેં જાેયું કે, ચારે બાજુ ધુમાડો છે અને વચ્ચે એક માણસ સળગી રહ્યો છે, બે-ત્રણ માણસો સળગી રહ્યા છે, પછી તેઓ નીચે પડ્યા. હું ડરી ગયો, પાછળ દોડ્યો અને લોકોને કહ્યું કે, પોલીસને બોલાવો, ફાયર બ્રિગેડને બોલાવો.
વિસ્ફોટથી વૃક્ષો ધરાશાયી થયા હતા, વીજ થાંભલાઓ હલી ગયા હતા. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ ત્યાં પહોંચેલા પ્રત્યક્ષદર્શીએ આ વાત કહી છે.’ પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મારું નામ કૃષ્ણસ્વામી છે. હું નાંજપ્પા સાઈથીરામમાં રહું છું. હું ઘરની અંદર હતો ત્યારે ધડાકો સંભળાયો અને હું બહાર આવ્યો.
કૃષ્ણસ્વામીએ જણાવ્યું કે, તેઓ તેમના ઘરમાં તૂટેલી પાઈપ રિપેર કરી રહ્યા હતા, ચંદ્ર કુમાર પણ તેમની સાથે હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ચારેબાજુ ધુમાડો અને આગના ગોટેગોટા જાેયા. દરમિયાન તેણે એક વ્યક્તિને જીવતો સળગતા જાેયો. કૃષ્ણસ્વામીએ કહ્યું કે, આ નજારો જાેઈને હું ગભરાઈ ગયો હતો, થોડીવારમાં અધિકારીઓ આવ્યા. તે પછી કૃષ્ણસ્વામી ઘરે પાછા ફર્યા.
તો અન્ય એક સ્થાનિક શ્રમિકે જણાવ્યું કે, લેન્ડિંગ થાય તે પહેલા હેલિકોપ્ટર એક વૃક્ષ સાથે અથડાયું અને ક્રેશ થઇ ગયું. પહેલા તો લોકોને લાગ્યું કે, આગ વૃક્ષોમાં લાગી છે, પરતું નજીક ગયા તો હેલિકોપ્ટર જાેયું. બાદમાં સ્થાનિક લોકોએ પોતાની રીતે આગ ઓલવવાના અને અંદર રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેમને સફળતા ના મળી.
નોંધપાત્ર રીતે, સીડીએસ જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવતની સાથે તેમની પત્ની મધુલિકા રાવત પણ હતી.HS