હેલિકોપ્ટર ક્રેશના મૃતકોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત

નવી દિલ્હી, હેલિકોપ્ટર ક્રેશમાં નિધન પામનાર જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિતના ૧૩ લોકોના મૃતદેહને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સના કાફલા પૈકીની એક એમ્બ્યુલન્સને અકસ્માત નડયો છે.
ગુરુવારે સવારે મૃતકોના પાર્થિવ શરીરને વેલિંગ્ટન આર્મી કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી તેમને સુલુર એરબેઝ લઈ જવાઈ રહ્યા હતા.આ મૃતદેહોને લઈ જતી એમ્બ્યુલન્સના કાફલામાં સામેલ એક એમ્બ્યુલન્સા ચાલકે સ્ટિયરિંગ પરનુ બેલેન્સ ગુમાવતા એમ્બ્યુલન્સ પહાડી સાથે ટકરાઈ હતી. જાેકે આ બનાવ અંગે મળતી પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.અકસ્માત સુલર એરબેઝ જતા રસ્તામાં મેટ્ટુપલયમ નામના સ્થળ નજીક થયો છે.
મળતી જાણકારી પ્રમાણે તમામ પાર્થિવ શરીરોને આજે સાંજ સુધીમાં સુલુર એરબેઝથી હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવશે.
દરમિયાન વેલિંગ્ટન મિલિટરી કોલેજ ખાતે મૃતકોને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં એક શ્રધ્ધાંજલિ સભા પણ યોજાઈ હતી.SSS