હેલિકોપ્ટર ક્રેશને ભારતીય સેનાની ખામી ગણાવતું ચીન

બીજિંગ, ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં થયેલા નિધન બાદ ચીને તેમના મોતનો મલાજાે પણ રાખ્યો નથી.
આ મુદ્દે પણ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતને નીચુ દેખાડવાની કોશિશ કરી છે અને હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને ભારતીય સેનાની ખામી ગણાવી છે.
અખબારે લખ્યુ છે કે, ભારતીય સેનાના આધુનિકીકરણને આ ઘટનાના કારણે ઝાટકો લાગ્યો છે.હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતીય સેનાના સૌથી પ્રમુખ અધિકારીના મોતે ભારતીય સેનાની તૈયારીઓમાં જે ખામી છે તેને ઉજાગર કરી છે.ઉપરાંતે દેશના સૈન્ય આધુનિકીકરણને પણ ઝાટકો લાગ્યો છે.જેમાંથી ભારત લાંબા સમય સુધી બહાર નહીં આવે.
અખબારે ચીનના નિષ્ણાતોને ટાંકીને જનરલ રાવતને ચીન વિરોધી ગણઆવ્યા છે અને કહ્યુ છે કે, તેમના નિધન પછી પણ ભારતના ચીન સામેના આક્રમક વલણમાં કોઈ ફેરફાર નહીં થાય.
ગ્લોબલ ટાઈમ્સના કહેવા પ્રમાણે સંખ્યાબંધ દેશો દ્વારા દ્બૈ-૧૭ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.દુર્ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વધારે છે.
અખબારે ઝેર ઓકીને અને ભારતને બદનામ કરવા માટે લખ્યુ છે કે, ભારત એમ પણ શિસ્ત વગરના સૈન્ય કલ્ચર માટે જાણીતુ છે.ભારતીય સૈનિકો અવાર નવાર નિયમોનુ અને નક્કી કરેલી કાર્યવાહીનુ પાલન કરતા નથી.SSS